દિલ્હી ગુમાવ્યું તો હવે ગુજરાત પર નજર? AAP સંગઠનમાં ધરખમ ફેરફાર, આ દિગ્ગજ નેતાના હાથમાં હવે ગુજરાતની કમાન

AAP appoints Gopal Rai for Gujarat: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાતની કમાન કોને સોંપાઈ તે પણ ખાસ જાણો. 

દિલ્હી ગુમાવ્યું તો હવે ગુજરાત પર નજર? AAP સંગઠનમાં ધરખમ ફેરફાર, આ દિગ્ગજ નેતાના હાથમાં હવે ગુજરાતની કમાન

આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ હવે પાર્ટી નેતૃત્વમાં મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને પંજાબના પ્રભારી નિયુક્ત કરાયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈનને પંજાબના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ, સંદીપ પાઠક, ગોપાલ રાયને પણ મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. 

ગુજરાતની જવાબદારી આ નેતાને
આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠકમાં આ મોટા નિર્ણયો લેવાયા છે. આ બેઠક પાર્ટી સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ. આ બેઠકમાં અનેક મોટા નેતાઓને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી નિયુક્ત કરાયા છે. પાર્ટીએ પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી નિયુક્ત કર્યા છે. સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરના અધ્યક્ષ પદની જવાબદારી મહરાજ મલિકને આપવામાં આવી છે. 

— ANI (@ANI) March 21, 2025

ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્તિ થયા બાદ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ રાયે કહ્યું કે 'આજે પાર્ટીએ નિર્ણય લીધો છે કે સમગ્ર દેશમાં સંગઠન વિસ્તારનું કામ તેજ કરાશે. પાર્ટી એવા રાજ્યોમાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જ્યાં ચૂંટણી થવાની છે અને પાર્ટી પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે."

આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો

- ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા, જ્યારે દુર્ગેશ પાઠકને સહપ્રભારી બનાવ્યા. 

- પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી અને અંકુશ નારંગ, આભાસ ચંદેલા, દીપક સિંગલાને સહપ્રભારી બનાવ્યા. 

- મનિષ સિસોદીયાને પંજાબના પ્રભારી અને સત્યેન્દ્ર જૈનને સહપ્રભારી બનાવ્યા.

- સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા. 

- સૌરભ ભારદ્વાજને દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ જ્યારે મેહરાજ મલિકને જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 

👉 गुजरात, गोवा, पंजाब और छत्तीसगढ़ में नए प्रभारी और सह प्रभारी नियुक्त किए गए

🔷 गुजरात- प्रभारी- गोपाल राय जी
सह प्रभारी- दुर्गेश पाठक जी

🔷 गोवा- प्रभारी- पंकज गुप्ता जी
सह प्रभारी- अंकुश नारंग जी, आभास चंदेला जी… pic.twitter.com/4MNpzTChzx

— AAP (@AamAadmiParty) March 21, 2025

અત્રે જણાવવાનું કે અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલી આ બેઠકમાં સંગઠન મહાસચિવ સંદીપ પાઠક, મનિષ સિસોદીયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદ એનડી ગુપ્તા અને રાઘવ ચડ્ઢા હાજર રહ્યા.

અત્રે જણાવવાનું કે આમ આદમી પાર્ટીએ એવા સમયે આ ધરખમ ફેરફાર કર્યા છે કે જ્યારે દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કારમી હારનો સામનો કરવો પડ્યો. રાજકીય જાણકારો માને છે કે હવે પાર્ટી માટે પંજાબ બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનિષ સિસોદીયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામની જાહેરાત બાદથી જ મનિષ સિસોદીયા પંજાબમાં ખાસા એક્ટિવ જોવા મળ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news