યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માતોમાં એમ્સના 3 ડોક્ટરો સહિત 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માતમાં એમ્સના 3 ડોક્ટરોના દર્દનાક મોત નિપજ્યાં છે. દિલ્હી નજીક નોઈડનાને આગરા સાથે જોડનારા યમુના એક્સપ્રેસ હાઈવે પર રવિવારે મોડી રાતે લગભગ અઢી વાગ્યે થયેલા આ ભીષણ અકસ્માતમાં એમ્સના આશાસ્પદ ડોક્ટરોએ જીવ ગુમાવ્યાં.

યમુના એક્સપ્રેસ વે પર બે અકસ્માતોમાં એમ્સના 3 ડોક્ટરો સહિત 5 લોકોના મોત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માતમાં એમ્સના 3 ડોક્ટરોના દર્દનાક મોત નિપજ્યાં છે. દિલ્હી નજીક નોઈડનાને આગરા સાથે જોડનારા યમુના એક્સપ્રેસ હાઈવે પર રવિવારે મોડી રાતે લગભગ અઢી વાગ્યે થયેલા આ ભીષણ અકસ્માતમાં એમ્સના આશાસ્પદ ડોક્ટરોએ જીવ ગુમાવ્યાં. મૃતક ડોક્ટરો દિલ્હીની એમ્સના ઈમરજન્સી મેડિસસના ડોક્ટરો હતા. આ અકસ્માતમાં એમ્સના જ ચાર ડોક્ટરો ઘાયલ પણ થયા છે. યમુના એક્સપ્રેસ ઉપર જ અન્ય એક અકસ્માતમાં બે લોકોના મોત થયા અને ચાર બાળકો સહિત 23 લોકો ઘાયલ થયાં.

એમ્સ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ હર્ષિતના જણાવ્યાં મુજબ મૃતક ડોક્ટરની ઓળખ હર્ષદ વાનખેડે, યશપ્રીત કાઠપાલ અને હેમબાલા તરીકે થઈ છે. જ્યારે ઘાયલ ડોક્ટરોમાં અભિનવ, જિતેન્દ્ર અને મહેશ સામેલ છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મથુરાથી દિલ્હીના ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવાયા છે. જ્યારે 3 મૃતકોના પાર્થિવ દેહને મથુરાના શબરૂમમાં રાખવામાં આવ્યાં છે. પરિજનોની હાજરી નહી હોવાના કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.

મથુરાની સરકારી હોસ્પિટલના મોર્ચરી વિભાગનું કહેવું છે કે જેવું કોઈ અહીં આવશે કે પંચનામું કરીને બોડીને દિલ્હી મોકલી દેવામાં આવશે. મળતી માહિતી મુજબ સાત ડોક્ટરો દિલ્હીથી એક ઈનોવા ગાડીમાં આગરા જઈ રહ્યાં હતાં. ગાડી ડો.હર્ષદ ચલાવી રહ્યાં હતાં. તેમનો જન્મદિવસ હતો અને એટલે ઉજવણી માટે બધા એક ગાડીમાં નિકળ્યા હતાં. મથુરા 88 નંબર માઈલ સ્ટોન પાસે તેમની ઈનોવા ગાડી એક્સપ્રેસ વે પર પાછળથી આવી રહેલી કેન્ટર સાથે ટકરાઈ અને ભીષણ અકસ્માત થયો.

બીજી બાજુ અન્ય એક અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવી રહેલી બસ યમુના એક્સપ્રેસ વે પર બનેલી ફેસિંગ તોડીને હાઈવેથી નીચે પડી. બસમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news