VIDEO: જીવતો સાપ લઈને ફરતી હતી અભિનેત્રી, પછી જે થયું....જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

: પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લામાં એક નાટક દરમિયાન જીવતા સાપનો ઉપયોગ થઈ રહ્યો હતો.

Updated By: May 9, 2018, 08:49 PM IST
VIDEO: જીવતો સાપ લઈને ફરતી હતી અભિનેત્રી, પછી જે થયું....જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

બારાસાત (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લામાં એક નાટક દરમિયાન જીવતા સાપનો ઉપયોગ થઈ રહ્યો હતો. ચાલુ નાટકમાં સાપે 63 વર્ષની એક અભિનેત્રીને દંશ આપતા અભિનેત્રીનું મોત નિપજ્યું. આ ઘટના મંગળવાર રાતે હસનાબાદ પોલીસ સ્ટેશનના બારુનહાટ ગામની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રી કાલીદાસ મંડળને સાપ ડસતા હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ ઘટના બાદ અભિનેત્રીની એક સહકલાકારે આરોપ લગાવ્યો કે આ ઘટના બાદ એક 'ઓઝા'એ તેને ઠીક કરવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ ગયો.

સહ અભિનેત્રીએ જણાવ્યું કે મંડલને એક સ્થાનિક પ્રાથમિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. ભારતમાં એવા અનેક ક્ષેત્ર છે જ્યાં લોકોને વિશ્વાસ છે કે જેને સાપ ડસ્યા હોય,  'ઓઝા' મંત્ર ભણીને અને ઔષધીઓનો ઉપયોગ કરીને તેવા લોકોની સારવાર કરી શકે છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી આ મામલે કોઈએ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ તેઓ આ મામલે તપાસ કરી રહ્યાં છે. નાટક 'મંસામંગલ કાવ્ય' પર આધારિત હતું. જેમાં સાપોની દેવી મંસાની કહાની છે.  

આ બાજુ આ મામલે પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ તેઓ મામલાની તપાસ કરી રહ્યાં છે. સાપની 'જત્રા' (ગ્રામીણ નાટક)માં જરૂર હતી કારણ કે તે મંસામંગલ કાવ્ય પર આધારિત હતું. જેમાં સાપોની દેવી મંસાની કહાની છે. બારાસાત જિલ્લાના એસપી એસ, રાજકુમારે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.

આ ઘટના બાદ મુખ્ય વન અધિકારી રબિકાન્ત સિન્હાએ જણાવ્યું કે નાટકમાં સાપોનો ઉપયોગ ગેરકાયદેસર છે. આવી ઘટનાઓને કોઈ પણ રીતે બર્દાશ્ત કરવામાં આવશે નહીં. ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.