'સિંઘ' બાદ હવે રાષ્ટ્રગીતમાંથી 'અધિનાયક' શબ્દ હટાવવાની BJP નેતાની માંગ

કોંગ્રેસી સાંસદ રિપુન બોરાએ રાજ્યસભામાં એક ખાનગી પ્રસ્તાવ લઇને રાષ્ટ્રગીત સાથે સિંઘ શબ્દ હટાવવાની માંગ કરી હતી

Updated By: Mar 17, 2018, 10:00 PM IST
'સિંઘ' બાદ હવે રાષ્ટ્રગીતમાંથી 'અધિનાયક' શબ્દ હટાવવાની BJP નેતાની માંગ

નવી દિલ્હી : બે દિવસ પહેલા રાષ્ટ્રગીતથી સિંઘ શબ્દ હટાવવાનીમાંગ ઉઠી હતી. રાષ્ટ્રગીતમાં સિંઘનાં બદલે બોર્થ ઇસ્ટ શબ્દનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી હતી. સિંઘ બાદ હવે અધિનાયક શબ્દ પર વિરોધ વ્યક્ત કર્યો છે. આ વિરોધ અન્ય કોઇ નહી પરંતુ ભાજપનાં નેતાએ જ ઉઠાવ્યો છે. ભાજપનાં વરિષ્ઠ નેતા અને હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે ઉઠાવી છે. વિજે કહ્યું કે, રાષ્ટ્રગીતમાંથી સિંઘ શબ્દ હટાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રગીતમાંથી અધિનાયક શબ્દ પણ હટાવવો જોઇએ. અધિનાયક શબ્દનો અર્થ થાય છે સરમુખત્યાર અને હવે હિન્દુસ્તાનમાં કોઇ જ સરમુખત્યાર નથી. 
ભારતમાં હવે કોઇ જ અધિનાયક નથી.
અનિલ વિજે કહ્યું કે અધિનાયક શબ્દ ભારતનાં લોકશાહી અને અહીંની સંસ્કૃતીની વિરુદ્ધ છે. હિન્દુસ્તાન એલ લોકશાહી દેશ છે, અહીં અધિનાયક શબ્દનો ઉપયોગ યોગ્ય નથી. અમારા દેશણાં કોઇ અધિનાયક એટલે કે સરમુખત્યાર નથી. 
કોંગ્રેસે કરી સિંઘ હટાવવાની માંગ
શુક્રવારે કોંગ્રેસી સાંસદ રિપુન બોરાએ રાષ્ટ્રગીતથી શિંઘ શબ્દ હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, સિંઘાં બદલે તેમનાં ઉત્તર-પુર્વ શબ્દ જોડવામાં આવવો જોઇએ.  આ માંગ તેમણે રાજ્યસભામાં ઉઠાવી હતી. તેમણે કહ્યું કે, સિંઘ શબ્દને રાષ્ટ્રગીતમાં આજે પણ ગવાય છે. જ્યારે સિંઘ હવે ભારતનો હિસ્સો નથી. સિંઘ પાકિસ્તાનમાં આવે છે અને પાકિસ્તાનની સાથે ભારત સંબંધ કેવા છે, તે કોઇથી છુપુ નથી. 
પરિસ્થિતી અને નક્શો બદલાઇ ચુક્યો છે.
રિપુન બોરાએ કહ્યું કે, નોર્થ ઇસ્ટ ભારતનો મહત્વનો હિસ્સો છે અને તેને રાષ્ટ્રગીતમાં સમાવેશ કરીને આ વિસ્તારનું માન વધારવામાં આવવું જોઇએ. કોંગ્રેસ સાંસદે 24 જાન્યુઆરી, 1950માં પુર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રગીત અને તેનાં સંગીતને સદનમાં રજુ કર્યું હતું. જેને રાષ્ટ્રગીત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, 1950 બાદ આજે દેશની પરિસ્થિતી અને નકશો, બંન્ને બદલાઇ ચુક્યા છે. એટલા માટે રાષ્ટ્રગીતમાં સંશોધન સમયની માંગ છે. 
શિવસેનાએ પણ કરી હતી ફેરફારની માંગ
અત્રે ઉલ્લેખીય છે કે, 2016માં શિવસેનાએ પણ રાષ્ટ્રગીતમાં સંશોધનની માંગ કરતા સિંઘ શબ્દ હટાવવાની માંગ કરી હતી. શિવસેનાએ કહ્યું હતું કે સિંઘ પાકિસ્તાનમાં છે અને તેનું ગુણગાન અમે કરતા રહીએ છીએ, જો કે તે યોગ્ય નથી.