પ્લેન ક્રેશ, મોટા નેતાનું મોત, આ જ્યોતિષીએ 31 મેએ કરી દીધી હતી ભવિષ્યવાણી, જાણો વિગત
Ahmedabad plane crash: એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ગૌરવ પુરોહિતે કહ્યુ કે તે પાંચ વર્ષથી આવી ભવિષ્યવાણી કરી રહ્યો છે. તે દેશ અને દુનિયાની રાજનીતિ, આર્થિક, ખેલ, સેના જેવા મુદ્દા પર ભવિષ્યવાણી કરે છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થવાની ગણતરીની સેકેન્ડમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આ વિમાને ગુરૂવારે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફની 30 સેકેન્ડમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. એર ઈન્ડિયાએ 241 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક જ્યોતિષીએ 7 જૂન બાદ મોટી વિમાન દુર્ઘટનાની ભવિષ્યવાણી કરી હતી. આ સાથે તેણે કોઈ મોટા નેતાના નિધનની પણ આગાહી કરી હતી.
31 મે 2025ના લખેલી ફેસબુક પોસ્ટમાં જ્યોતિષી ગૌરવ પુરોહિતે લખ્યું- 7 જૂન બાદ ભારત સહિત ઘણા દેશોમાં પ્લેન ક્રેશ થશે. આવી ઘટનાઓ ઘણા દેશોમાં થશે. ભારત, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને યુકેના મોટા અને પ્રસિદ્ધ વ્યક્તિનું મોત પણ આ પ્લેન દુર્ઘટનામાં થઈ શકે છે. સામાન્ય રૂપથી તેનો પૂર્ણ યોગ બની રહ્યો છે. તેમણે કોઈ મોટા સૈન્ય અધિકારીના નિધનની ભવિષ્યવાણી પણ કરી હતી.
એક મીડિયા સાથે વાત કરતા ગૌરવ પુરોહિતે કહ્યુ કે પાંચ વર્ષોથી આવી ભવિષ્યવાણી કરે છે. તે દેશ અને દુનિયાની રાજનીતિ, આર્થિક, ખેલ જેવા મુદ્દા પર ભવિષ્યવાણી કરે છે. તેણે દાવો કર્યો કે તેની 99 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તેણે કહ્યું કે ઉત્તર પ્રદેશ ચૂંટણી, રાજસ્થાન ચૂંટણી અને આઈપીએલમાં ટીમોના પ્રદર્શનની ભવિષ્યવાણી સાચી પડી છે.
રાજસ્થાનના જયપુરમાં રહેતા ગૌરવ પુરોહિત જ્યોતિષ ગણનાના આધાર પર ભવિષ્યવાણી કરે છે. તેણે જ્યોતિષમાં બીએ, બીએડ અને એમએનો અભ્યાસ કર્યો છે.
અમદાવાદમાં દુર્ઘટના
એર ઈન્ડિયા પ્રમાણે વિમાનમાં સવાર 230 યાત્રીકોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગલના નાગરિક હતા. વિમાનમાં સવાર અન્ય 12 લોકોમાં બે પાયલટ અને ક્રૂના 10 સભ્યો હતા. બોઇંગ ડ્રીમલાઇન ટેકઓફ કર્યા બાદ તત્કાલ નીચે આવ્યું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે