હું કિસાન પરિવારમાંથી આવુ છું... કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર

8 પેજના પત્રમાં નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને કહ્યુ કે, સરકાર એમએસપી પર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. તેમણે એકવાર ફરી સ્પષ્ટ કર્યુ કે, એમએસપી જારી છે અને જારી રહેશે. 

Updated By: Dec 17, 2020, 07:19 PM IST
 હું કિસાન પરિવારમાંથી આવુ છું... કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર

નવી દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દેશના કિસાનોને પત્ર લખ્યો છે. 8 પેજના પત્રમાં તોમરે કિસાનોને આઠ આશ્વાસન આપ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર  MSP પર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. તેમણે એકવાર ફરી સ્પષ્ટ કર્યુ કે, એમએસપી યથાવત છે અને  જારી રહેશે. કૃષિ મંત્રીએ તે પણ કહ્યુ કે, રાજનીતિ માટે કેટલાક લોકો જૂઠ ફેલાવી રહ્યાં છે. 

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના મંત્ર પર ચાલતા પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અમારી સરકાર કોઈ ભેદભાવ વગર બધાનું હિત કરવાનો પ્રયાસ કર્યો. છેલ્લા છ વર્ષનો ઈતિહાસ તેનો પૂરાવો છે. 

કૃષિ મંત્રીએ આગળ કહ્યું કે, તમે વિશ્વાસ રાખો, કિસાનોના હિતમાં કરવામાં આવેલા આ સુધાર ભારતીય કૃષિમાં નવા અધ્યાયનો પાયો બનશે. દેશના કિલાનોને વધુ સ્વતંત્ર કરશે, સશક્ત કરશે. તેમણે કહ્યું કે, કેટલાક કિસાન સમૂહોએ અફવા અને ખોટી સૂચના ફેલાવી છે. તેને દૂર કરવાનું મારૂ કામ છે. 

નરેન્દ્ર સિંહ તોમરે કિસાનોને પત્ર ત્યારે લખ્યો છે જ્યારે સરકાર અને દિલ્હી બોર્ડર પર ભેગા થયેલા કિસાનો વચ્ચે વાર્તા રોકાયેલી છે. દિલ્હીની સરહદો પર 22 દિવસથી કિસાન કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. કિસાનોની માગ છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદાને પરત લે. તો સરકારે કિસાનોને સંશોધનનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ઠુકરાવી દેવામાં આવ્યો છે. પાંચ રાઉન્ડની વાર્તા અસફળ રહ્યા બાદ સરકાર અને કિસાનોમાં હાલ વાતચીત ઠપ્પ છે. 

દિલ્હી વિધાનસભામાં હંગામો, CM કેજરીવાલે ફાડી કૃષિ કાયદાની કોપી  

કૃષિ કાયદાને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે
કેન્દ્રીય મંત્રી તોમરે પત્રમાં લખ્યુ કે, રેલવેના પાટા પર બેસેલા લોકો, જેના કારણે દેશની સરહદોની રક્ષા કરનાર અમારા સૈનિકો સુધી રાશન પહોંચવાનું બંધ થઈ ગયું છે, તે કિસાન ન હોઈ શકે. કૃષિ મંત્રીએ પત્રમાં લખ્યુ કે, ઐતિહાસિક કૃષિ સુધારને લઈને છેલ્લા કેટલાક દિવસમાં હું સતત તમારા (કિસાન)ના સંપર્કમાં છું. પાછલા દિવસોમાં મારી અનેક રાજ્યોના કિસાન સંગઠનો સાથે વાત થઈ. ઘણા કિસાન સંગઠનોએ આ કૃષિ સુધારાનું સ્વાગત કર્યુ છે, તે તેનાથી ખુબ ખુશ છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube