Ahmedabad Plane Crash Video: પાઈલોટ પાસે બસ 1 મિનિટનો સમય હતો...ટેકઓફમાં એન્જિન ફેલ થાય તો પ્લેન ક્રેશ થાય!

Ahmedabad Air India Plane Crash News: અમદાવાદમાં આજે  એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. વિમાન ટેકઓફ બાદ ગણતરીની પળોમાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. 

Ahmedabad Plane Crash Video: પાઈલોટ પાસે બસ 1 મિનિટનો સમય હતો...ટેકઓફમાં એન્જિન ફેલ થાય તો પ્લેન ક્રેશ થાય!

ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ગુરુવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયું. આ વિમાન દોઢ વાગ્યાની આસપાસ ટેકઓફ થયું અને ગણતરીની પળોમાં બિલ્ડિંગ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું. પ્લેનમાં 242 જેટલા મુસાફરો સવાર હતા. મીડિયા રિપોર્ટ મુજબ એર ઈન્ડિયાનું લંડન થતું વિમાન જેવું ટેકઓફ થયું કે નજીકના રહેણાંક વિસ્તારમાં જઈને પડ્યું. એવું કહેવાય છે કે એરપોર્ટથી આ વિમાન જેવું ટેકઓફ થયું કે તેનું એન્જિન ફેલ થયું. પાઈલોટ પાસે બસ એક મિનિટનો જ સમય હતો, પરંતુ વિમાન એટલી ઓછી ઉંચાઈ પર હતું કે અકસ્માત થાય તે સ્વાભાવિક હતું. જો કે વિમાન અકસ્માત પાછળ શું કારણ છે તે અંગે કોઈ અધિકૃત માહિતી સામે નથી. તપાસ બાદ ખબર પડી શકે. 

એવું કહેવાય છે કે વિમાનની પાછળનો ભાગ અથડાયો જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ. જો કે હજુ આ બાબતે તપાસ ચાલુ છે. જાણો દુનિયામાં કેટલા વિમાન અકસ્માત થાય છે અને સૌથી વધુ કયા કારણે થાય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025

ટેકઓફ દરમિયાન સૌથી વધુ અકસ્માત
દર વર્ષે દુનિયાભરમાં સેકડો વિમાન અકસ્માત થવા છતાં એર મુસાફરીને સૌથી સેફ ગણવામાં આવે છે. છેલ્લા 7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 200 વિમાન અકસ્માત થયા છે. એવિએશન સેફ્ટી મુજબ સૌથી વધુ વિમાન અકસ્માત ટેકઓફ દરમિયાન અને પછી લેન્ડિંગ વખતે થાય છે. 2023માં 109 એવી દુર્ઘટના થઈ જેમાંથી 37 ટેકઓફ અને 30 લેન્ડિંગ વખતે થઈ હતી. આ વખતે એર ઈન્ડિયાનું વિમાન પણ ટેક ઓફ વખતે જ દુર્ઘટનાગ્રસ્ત થયું. વાત જાણે એમ છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે જ મોટાભાગે એન્જિન ફેલ થાય છે. દર વર્ષે દુનિયાભરમાં સેકડો વિમાન અકસ્માત થવા છતાં હવાઈ સફર સૌથી વધુ સેફ ગણાય છે. 

6 વર્ષમાં 813 પ્લેન ક્રેશ, 1500 મુસાફરોના જીવ ગયા
વિમાન અકસ્માતો પર નજર રાખતી સંસ્થા એવિએશન સેફ્ટીના આંકડા મુજબ 2017થી 2023 વચ્ચે દુનિયાભરમાં 813 પ્લેન ક્રેશ થઈ ચૂક્યા છે. પ્લેન ક્રેશની 813 ઘટનાઓમાં 1473 મુસાફરોએ આ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા હતા. સૌથી વધુ વિમાન અકસ્માત લેન્ડિંગ વખતે થાય છે. આ સાત વર્ષોમાં લેન્ડિંગ વખતે 261 અકસ્માત થયા છે. ત્યારબાદ 212 અકસ્માત ઉડાણ દરમિયાન થયા છે. જેમાંથી ભારતમાં 14 જેટલા અકસ્માત થયા છે. 

પાઈલોટની ભૂલ સૌથી મોટું કારણ
wkw.com પર છપાયેલા એક રિપોર્ટ મુજબ પાઈલોટની ભૂલ વિમાનની દુર્ઘટનાઓનું સૌથી મોટું કારણ છે. વિમાન ચલાવવા માટે લાંબી ટ્રેનિંગ, વિમાનના યાંત્રિક ઘટકોનું જ્ઞાન અને વિમાનને પ્રભાવી ઢબે અને સુરક્ષિત રીતે ચલાવા માટે હાથ-આંખમાં સારા તાલમેળની જરૂર હોય છે. પાઈલોટ્સે આગળ વિશે પણ વિચારવું પડે છે. ફ્લાઈટની યોજના બનાવવી, હવામાનની તપાસ કરવી અને ફેરફારોનું અનુમાન લગાવવું, આ બધુ સુરક્ષિત પાઈલોટ હોવાની ચાવી છે. યુરોપિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી કાઉન્સિલના એક રિપોર્ટ મુજબ 90 ટકા પ્લેન ક્રેશનું કારણ ટેક્નિકલ ફોલ્ટ હોય છે. 

પાઈલોટ ખરાબ હવામાન વખતે થાય છે ભ્રમિત
જો પાઈલોટ ઉડાણની યોજના યોગ્ય રીતે ન બનાવે, ખરાબ હવામાનમાં ફસાઈ જાય કે સમસ્યાઓનું અનુમાન ન લગાવે તો હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે. ક્યારેક ક્યારેક પાઈલોટ ભ્રમિત થઈ જાય છે, ખાસ કરીને વાદળોમાં સંચાલન કરતી વખતે, ઈન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈટ રૂલ્સ(IFR) હેઠળ. પાઈલોટના ભ્રમિત થવાથી સ્ટોલ કે સ્પિન થઈ શકે છે જે દુર્ઘટનાઓનું કારણ બને છે. જો કાનૂની કાર્યવાહીની જરૂર હોય તો પાઈલોટિંગને સમજનારા વકીલનું હોવું જરૂરી છે. 

ક્રુ મેમ્બર્સના સભ્યોની કોકપિટમાં કરાયેલી ભૂલો
કોકપિટ સંસાધન પ્રબંધન અનેક ક્રુ સભ્યવાળા મોટા વિમાનોમાં સફળ અને સુરક્ષિત વિમાનન સંચાલનની ચાવી છે. તેમાં કોકપિટ કર્તવ્યોને વિભાજિત કરવા અને એ સુનિશ્ચિત કરવું સામેલ છે કે  કોકપિટમાં દરેક પાઈલોટને પોતાનું કામ ખબર હોય. કોકપિટના મેનેજમેન્ટમાં પણ એ સુનિશ્ચિત કરવું  સામેલ છે કે દરેક પાઈલોટ કોકપિટમાં કઈક ખોટું કે અસુરક્ષિત દેખાય તો બોલવામાં આત્મવિશ્વાસ અને સહજ મહેસૂસ કરે. એરલાઈન્સ કોકપિટ સંસાધન પ્રબંધન પર પાઈલોટ્સને તાલિમ આપવામાં કલાકો આપે છે. આ એક મહત્વપૂર્ણ કૌશલ છે. જો પાઈલોટ સારા કોકપિટ સંસાધન પ્રબંધન કૌશલનું પાલન ન કરે તો હવાઈ દુર્ઘટનાઓ હોઈ શકે છે. 

એર ટ્રાફિક કંટ્રોલરની બેદરકારી
વિમાનન સુરક્ષામાં એર ટ્રાફિક કંટ્રોલરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો નિયંત્રક પાઈલોટને ખોટી જાણકારી આપે કે ફ્લાઈટ અલગાવ જાળવી રાખવામાં નિષ્ફળ રહે તો અથડામણ થઈ શકે છે. એર ટ્રાફિક કંટ્રોલ ડેટા અને ટ્રાન્સક્રિપ્ટ દુર્ઘટના બાદ મર્યાદિત સમય માટે જાળવી રાખે છે. 

આ ઉપરંત ખરાબ હવામાન પણ એક કારણ છે તથા વિમાનની ખરાબ રીતે કરાતી દેખભાળ, અનેકવાર વિમાનોની ડિઝાઈનમાં દોષ વગેરે પણ કારણભૂત  બનતા હોય છે. ક્યારેક જીપીએસ પણ દુર્ઘટનાનું કારણ  બને છે. આ ઉપરાંત વેબસાઈટ ટ્રાવેલ રડાર મુજબ દુનિયાભરમાં દરરોજ બર્ડ સ્ટ્રાઈકના સરેરાશ 150 કેસ સામે આવે છે. એકલા અમેરિકામાં જ દર વર્ષે 14 હજાર બર્ડ સ્ટ્રાઈકના કેસ સામે આવે છે. 2016થી 2021 સુધીના પાંચ વર્ષના આંકડાની વાત કરીએ તો 2,73,000 કેસ સામે આવી ચૂક્યા છે. એ પણ કહેવાય છે કે દુનિયામાં 80 ટકા બર્ડ સ્ટ્રાઈક તો રિપોર્ટ થઈ શકતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news