વિમાન તૂટી પડ્યું તે પહેલા પ્લેનમાં શું સ્થિતિ હતી? બચી ગયેલા મુસાફરે જણાવી અંતિમ પળોની ખૌફનાક વાત

Ahmedabad Plane Crash: અમદાવાદ માટે 12મી જૂન એક અત્યંત દુખદ દિવસ બની રહ્યો કારણ કે ઘરઆંગણે એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું અને કુલ 275 લોકોના મોતનો આંકડો હવે સામે આવી રહ્યો છે. આ બધા વચ્ચે બચી ગયેલા મુસાફરે વિમાનની અંતિમ પળો વિશે વાત કરતા મોટો ખુલાસો થયો છે. 

વિમાન તૂટી પડ્યું તે પહેલા પ્લેનમાં શું સ્થિતિ હતી? બચી ગયેલા મુસાફરે જણાવી અંતિમ પળોની ખૌફનાક વાત

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુઆંક હવે 275 સુધી પહોંચ્યો છે. એર ઈન્ડિયાના બોઈંગ 787-8 વિમાન સરદાર પટેલ એરપોર્ટથી ટેકઓફ તો થયું પરંતુ ગણતરીની પળોમાં મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાંથી 241 લોકો મોતને ભેટ્યા અને એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસકુમાર બચી ગયો. 

આટલા ડેડલી અને ભયાનક અકસ્માતમાં પણ પોતે કેવી રીતે બચી ગયો તેના વિશે વિશ્વાસકુમાર રમેશને આશ્ચર્ય છે. તેઓ પોતે પણ માને છે કે તે આ અકસ્માતમાંથી જીવતા બહાર કેવી રીતે નીકળાય તે માન્યમાં આવે તેવું નથી. આ દરમિયાન આ યાત્રીએ વિમાન ટેકઓફ થયું ત્યારબાદ તૂટી પડ્યું તે વચ્ચેની પળો વિશે પણ ખુલાસો કર્યો છે. 

મૂળ દીવના પરંતુ વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલા વિશ્વાસકુમાર રમેશના પત્ની અને બાળક લંડનમાં છે. છ મહિના પહેલા ભાઈ અજય ભાલિયા સાથે ભારત આવ્યા હતા અને 12 જૂને એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં પાછા લંડન રવાના થઈ રહ્યા હતા. બચી ગયેલા મુસાફરનું કહેવું છે કે પ્લેન જ્યારે ટેકઓફ થયું ત્યારબાદ તરત જાણે પાંચ દસ સેકન્ડ માટે સ્ટક થઈ ગયું હતું. ત્યારબાદ પ્લેમાં સફેદ અને લીલી લાઈટો ચાલુ થઈ ગઈ. પછી પ્લેનને ટેકઓફ કરવા માટે વધુ રેઝ જાણે અપાતું હોય તેવું લાગ્યું. કઈક વિચારો તેટલામાં તો પ્લેન સીધુ ડોક્ટરોની હોસ્ટલ પર જઈને તૂટી પડ્યું. 

ચમત્કારિક રીતે બચી ગયેલા મુસાફર વિશ્વાસકુમાર રમેશનું કહેવું છે કે તેની સીટ જે બાજુ હતી તે બાજુનો પ્લેનનો ભાગ નીચે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. તથા વિમાનની બહાર જગ્યા પણ હતી જેથી કરીને જ્યારે તેની બાજુનો દરવાજો તૂટ્યો અને તેણે જોયું તો બહાર જગ્યા દેખાઈ. બહાર જવાનો પ્રયત્ન કર્યો અને પછી તે બહાર નીકળી ગયો. જ્યારે અન્ય મુસાફરો બાજુ દીવાલ હોવાથી નીકળી શક્યા નહીં. આ મુસાફરે તેની નજર સામે કેટલાક લોકોને ખતમ થઈ જતા જોયા અને પોતે કેવી રીતે બચી ગયો તે હજુ પણ તેના માટે આશ્ચર્યની વાત છે. આ ઘટના દર્શાવે છે કે રામ રાખે તેને કોણ ચાખે?

આ બધા વચ્ચે વિમાન ક્રેશ થવા પાછળ અનેક સંભવિત કારણો પણ સામે આવી રહ્યા છે. જેમાં એન્જિન ફેઈલ, બર્ડ હીટ, લેન્ડિંગ ગીયર ન ઉઠવું, ખોટા સમયે ખોટું ટેકઓફ ફ્લેપ કન્ફ્યુગરેશન, કે ભૂલથી ચાલુ એન્જન બંધ કરી દેવું જેવા સામેલ છે. જો કે અકસ્માતના 28 કલાક બાદ એર ઈન્ડિયાના આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. હવે તેના ડેટાને એનાલિસિસ કરાશે અને ખબર પડશે કે અકસ્માત પાછળ શું કારણ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news