જાણીતી હોસ્પિટલના ICUમાં એર હોસ્ટેસ વેન્ટિલેટર પર હતી ત્યારે થયું શારીરિક શોષણ, શું છે મામલો જાણો

ગુરુગ્રામની એક જાણીતી હોસ્પિટલ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક 46 વર્ષની એરહોસ્ટેસ આઈસીયુમાં વેન્ટિલેટર પર હતી અને ત્યારે તેની સાથે કોઈએ અશ્લીલ હરકતો કરી હોવાના આરોપ પીડિતાએ લગાવ્યા છે. 

જાણીતી હોસ્પિટલના ICUમાં એર હોસ્ટેસ વેન્ટિલેટર પર હતી ત્યારે થયું શારીરિક શોષણ, શું છે મામલો જાણો

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એર હોસ્ટેસ સાથે શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે હોસ્પિટલના એક કર્મચારીએ કથિત રીતે મહિલા જ્યારે આઈસીયુ વેન્ટિલેટર પર હતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું. વાત જાણે એમ છે કે ગુરુગ્રામના પોલીસ મથકમાં 46 વર્ષની એક પીડિતાએ ફરિયાદ નોંધાવી કે 6 એપ્રિલના રોજ તબિયત ખરાબ હોવાના કારણે પતિએ તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. આ દરમિયાન તેને એવો આભાસ થયો કે તેની સાથે અશ્લીલ હરકત થઈ રહી છે. 

શું કહ્યું મેદાંતા હોસ્પિટલે?
46 વર્ષની એર હોસ્ટેસના શારીરિક શોષણ મામલે વેદાંતા હોસ્પિટલે સફાઈ આપી છે. કહ્યું કે તેઓ પોલીસ તપાસમાં પૂરેપૂરો સહયોગ કરશે. મેદાંતા હોસ્પિટલમાં દર્દીએ જે આરોપ લગાવ્યા છે તેની તપાસમાં પોલીસને તમામ ડોક્યુમેન્ટ્સ અને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે. એરલાઈન્સના 46 વર્ષની એર હોસ્ટેસે મેદાંતા હોસ્પિટલના કર્મી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આઈસીયુમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ આ હરકત કરી હોવાનો મહિલાનો આરોપ છે. હોસ્પિટલે એમ પણ કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં કોઈ આરોપ સાબિત થયો નથી. 

દર્દીના જણાવ્યાં મુજબ બેભાન અવસ્થામાં હોવાથી તે વિરોધ કરી શકતી નહતી કે શોર પણ મચાવી શકતી નહતી. પીડિતાના જણાવ્યાં મુજબ હાલત સુધર્યા બાદ 13 એપ્રિલે ડિસ્ચાર્જ કરાઈ. ઘરે પહોંચતા જ એર હોસ્ટેસે તેની ફરિયાદ 112 નંબર પર કરી અને પછી પોતાના લીગલ એડવાઈઝર સાથે પોલીસમાં એફઆઈઆર નોંધાવી. 

ફરિયાદમાં શું કહ્યું પીડિતાએ
પોલીસ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તે એક એરલાઈન્સ કંપનીમાં એર હોસ્ટેસ છે. કંપની તરફથી ગુરુગ્રામમાં ટ્રેનિંગ માટે આવી હતી. એક હોટલમાં રોકાઈ હતી. હોટલમાં સ્વિમિંગ દરમિયાન પાણીમાં ડૂબવાથી તેની  તબિયત બગડી ગઈ. ત્યારબાદ સારવાર માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારબાદ તેના પતિએ 6 એપ્રિલના રોજ સારવાર માટે ગુરુગ્રામની જ એક અન્ય હોસ્પિટલમાં દાખલ કરાવી. 13 એપ્રિલે હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દીધી. 

વેન્ટિલેટર સપોર્ટ પર હતી ત્યારે થઈ છેડછાડ
ફરિયાદમાં એર હોસ્ટેસે કહ્યું કે 6 એપ્રિલના રોજ સારવાર દરમિયાન તે વેન્ટિલેટર પર હતી. ત્યારે હોસ્પિટલના કોઈ સ્ટાફે તેનું શારીરિક શોષણ કર્યું. વેન્ટિલેટર પર હોવાના કારણે તે કશું બોલી શકા નહીં પરંતુ ખુબ ડરેલી હતી. આ ઘટના સમયે તે બેભાન અવસ્થામાં હતી. ડિસ્ચાર્જ થયા બાદ તેણે તેના પતિને આ અંગે જાણ કરી. 112 પર ફોન કરી પોલીસને ઘટનાની જાણ કરી અને પછી લીગલ એડવાઈઝર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. 

પોલીસ પીઆરઓના જણાવ્યાં મુજબ પીડિતાની ફરિયાદ બાદ ગુરુગ્રામ પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ હોસ્પિટલના સ્ટાફને પૂછપરછની સાથે જ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજામાં લઈને ગંભીરતાથી તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news