BIG BREAKING: એર ઇન્ડિયાના વિમાનનું ફરી ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ જોખમમાં!

Air India flight emergency landing: અમદાવાદ વિમાન દુર્ઘટનાની શાહી હજું સુકાઈ નથી, ત્યાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ફ્લાઇટ નવી દિલ્હી આવવાની હતી.

 BIG BREAKING: એર ઇન્ડિયાના વિમાનનું ફરી ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ જોખમમાં!

Air India flight emergency landing: થાઈલેન્ડમાં બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ફ્લાઇટ નવી દિલ્હી આવવાની હતી.

થાઈલેન્ડના ફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા.

રોઈટર્સના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઈટ ઉડાન ભર્યા પછી બોમ્બની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઈટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી આવી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.

ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈમરજન્સી લેન્ડિંગ પછી મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news