)
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના એક ગામમાં લગ્ન બાદ વરરાજાએ નવવધુને સુહાગરાતે કઈક એવી ગિફ્ટ આપી દીધી કે હસતા રમતા માહોલમાં જાણે તલવારો ખેંચાઈ ગઈ. શનિવારે પૂરા રીતિ રિવાજથી આ યુવકના લગ્ન થયા હતા. દુલ્હન જ્યારે પહેલીવાર સાસરે પહોંચી તો ગરમી અને થાકના કારણે તેને ચક્કર આવી ગયા હતા. આ સામાન્ય વાત હતી કે લગ્નમાં થાક લાગતો હોય છે. પરંતુ દુલ્હેરાજાને તો આ વાત પર શક ગયો.
શું હતો મામલો
મળતી માહિતી મુજબ રામપુરના એક યુવકના લગ્ન શનિવારે સંપૂર્ણ રીતિરિવાજથી થયા હતા અને લગ્ન બાદ જ્યારે દુલ્હન સાસરે પહોંચી તો તેને થાક અને ખુબ ગરમીના કારણે ચક્કર આવી ગયા. દુલ્હેરાજા તો આ જોઈને ગભરાઈ ગયા અને પોતાના મિત્રોની સલાહ લીધી. મિત્રોએ મજાક મજાકમાં કહી દીધુ કે આ ગર્ભવતી હોવાનું લક્ષણ હોઈ શકે છે. વરરાજાએ પણ આ વાતને એટલી બધી ગંભીરતાથી લઈ લીધી કે રાતે જ મેડિકલ સ્ટોરમાંથી પ્રેગનેન્સી ટેસ્ટ કીટ લાવીને પત્નીને આપી દીધી.
દુલ્હન તો ભડકી
જેવી દુલ્હને આ પ્રેગનેન્સી ટેસ્ટ કીટ જોઈ કે તે ભડકી ગઈ અને તેણે જરાય વિલંબ કર્યા વગર પિયરમાં ફોન કર્યો અને ભાભીને આ વાત જણાવી. થોડીવારમાં જ દુલ્હનના ઘરવાળા સાસરે પહોંચી ગયા. વાત વધવા લાગી તો ગામના કેટલાક લોકો વચ્ચે પડ્યા અને પંચાયત બોલાવી.
પંચાયતમાં પહોંચ્યો મામલો
પંચાયતમાં દુલ્હને આરોપ લગાવ્યો કે પતિ તેના પર શક કરે છે. આથી તે હવે તેની સાથે રહેવા માંગતી નથી. જ્યારે દુલ્હેરાજાએ સફાઈ આપતા કહ્યું કે તેણે કોઈ દુર્ભાવનાથી આ નહતું કર્યું પરંતુ મિત્રોની વાતમાં આવીને અણસમજમાં આવું પગલું ભર્યું. આખરે દુલ્હેરાજાએ જાહેરમાં માફી માંગી અને ભવિષ્યમાં આવું કોઈ પગલું ન ભરવાનું વચન આપ્યું. ત્યારબાદ મામલો થાળે પડ્યો અને બંને પક્ષોમાં સમાધાન થઈ ગયું.