અભિનેતા એઝાઝ ખાને 'આ' મુદ્દે PM મોદી-શાહના ખુબ કર્યા વખાણ, જુઓ VIDEO

બિઝ બોસ ફેમ અભિનેતા એઝાઝ ખાનને ગત દિવસોમાં એક વિવાદિત વીડિયોના પગલે ધરપકડ કરી લેવાયો હતો. તેના પર બે અલગ અલગ સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાનો આરોપ હતો. ત્યારબાદ તે જામીન પર બહાર આવી ગયો. હવે એઝાઝ ખાન શુક્રવારે ફેસબુક પર લાઈવ થયો અને આ વખતે તો તેણે ભાજપના વખાણમાં કશું બાકી ન રાખ્યું.

અભિનેતા એઝાઝ ખાને 'આ' મુદ્દે PM મોદી-શાહના ખુબ કર્યા વખાણ, જુઓ VIDEO

નવી દિલ્હી: બિઝ બોસ ફેમ અભિનેતા એઝાઝ ખાનને ગત દિવસોમાં એક વિવાદિત વીડિયોના પગલે ધરપકડ કરી લેવાયો હતો. તેના પર બે અલગ અલગ સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાનો આરોપ હતો. ત્યારબાદ તે જામીન પર બહાર આવી ગયો. હવે એઝાઝ ખાન શુક્રવારે ફેસબુક પર લાઈવ થયો અને આ વખતે તો તેણે ભાજપના વખાણમાં કશું બાકી ન રાખ્યું. એઝાઝનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 

વાઈરલ વીડિયોમાં એઝાઝે કોંગ્રેસને  ખુબ વખોડી છે. તેણે કહ્યું કે આપણે લોકોએ ભાજપના વખાણ કરવા જોઈએ. કદાચ કોઈએ એ નોટિસ નહીં કર્યું હોય પરંતુ મે નોટિસ કર્યું. તો જુઓ, સારાને સારું કહો અને ખોટાને ખોટું કહો. એ જ આપણું કામ છે. 

તેણે કહ્યું કે 'કોંગ્રેસના શાસનમાં જે મુસલમાનો 20-20 વર્ષ, 18-18 વર્ષ, પહેલા આતંકવાદી ગણીને જેલમાં બંધ કરાયા હતાં તેઓ આ વખતે ભાજપના શાસનમાં નરેન્દ્ર મોદીજી અને અમિત શાહના શાસનમાં જેલમાંથી છોડી મૂકાયા છે. તે સમયે તો ભાજપનું શાસન નહતું. ત્યારે તો કોંગ્રેસ હતી. ત્યારે તો નરેન્દ્ર મોદી પણ નહતાં અમિત શાહ પણ નહતાં. ત્યારે  તેમને આતંકવાદી બનાવીને કોઈ પણ પુરાવા વગર આ લોકોને જેલમાં નાખી દેવાયા હતાં તેઓ હવે ભાજપના શાસનમાં છૂટીને આવી રહ્યાં છે.'

એઝાઝે વધુમાં કહ્યું કે આ પોઈન્ટ તમે લોકોએ નોટિસ નથી કર્યો તો આ જે ન્યૂઝ ચાલી રહ્યાં છે કે આટલા વર્ષોનો ન્યાય, તે ન્યાય ભાજપ પાસે ન માંગી શકાય પરંતુ આપણે કોંગ્રેસ પાસે માંગવાનો છે. હું જોઈ રહ્યો છું કે જે ચીજો વાઈરલ થઈ રહી છે, જયપુરથી 5 છૂટ્યા, કાશ્મીરથી 3-4 છૂટ્યા, અમદાવાદ, રાજસ્થાન... જ્યાં જ્યાંથી લોકો છૂટ્યા તેમનો ન્યાય જો આપણે ભાજપ પાસેથી માંગીએ તો તે બે મોઢાની વાત થશે, તેમનો ન્યાય આપણે કોંગ્રેસ પાસેથી માંગવાનો છે. 

તેણે એમ પણ કહ્યું કે વાઈરલ મેસેજમાં કેટલાક લોકો નરેન્દ્ર મોદીજી અને અમિત શાહને સવાલ કરી રહ્યાં છે, તે સમયે તેમની સત્તા નહતી. 20 વર્ષ પહેલા સત્તા કોઈ બીજાની હતી. તો દેખાડા પર ન જાઓ. તમારી બુદ્ધિ ચલાવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news