છૂટાછેડા થાય કે ન થાય હું તો હવે... જમાઈ સાથે ભાગી ગયેલ સાસુનો શું છે ભવિષ્યનો પ્લાન? જાણીને ઉડી જશે હોશ

Aligarh Saas Damad Love Story: હાલમાં અલીગઢમાં સાસુ અને જમાઈની પ્રેમકથા ખૂબ ચર્ચામાં છે. સૌ કોઈ બસ આ કિસ્સા વિશે વાત કરી રહ્યા છે. હવે સાસુએ પોતાના ભવિષ્યના પ્લાનિંગ વિશે જણાવ્યું છે.

છૂટાછેડા થાય કે ન થાય હું તો હવે... જમાઈ સાથે ભાગી ગયેલ સાસુનો શું છે ભવિષ્યનો પ્લાન? જાણીને ઉડી જશે હોશ

Aligarh Saas Damad Love Story: સાસુ અને જમાઈ અને તેમની પ્રેમ કહાની. આજકાલ અલીગઢમાં સૌ કોઈની જીભ પર બસ એક જ કિસ્સો છે. પુત્રીના લગ્નના નવ દિવસ પહેલા જ માતા અનિતા દેવી તેના થનારા જમાઈ રાહુલ સાથે ભાગી ગઈ હતી. જો કે, જે દિવસે લગ્ન થવાના હતા, તે દિવસે પોલીસે સાસુ અને જમાઈની જોડીને પકડી લીધી. હવે બન્ને એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. જમાઈ રાહુલ હાલમાં મડરાક પોલીસ સ્ટેશનમાં છે. જ્યારે, સાસુ સપના ઉર્ફે અનિતા ઉર્ફે અપના દેવીને વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. બન્નેની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમનું માત્ર એટલું જ કહેવાનું છે કે તેમણે કોઈ ભૂલ કરી નથી. તે બન્ને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. આખી જિંદગી સાથે વિતાવવા માંગે છે. આ દરમિયાન સાસુએ ભવિષ્યના એવા પ્લાનિંગ વિશે જણાવ્યું જેને જાણીને રાહુલના પણ હોશ ઉડી જશે.

આ છે મામલો
16 એપ્રિલના રોજ દાદો પોલીસ સ્ટેશન વિસ્તારના મછરિયા ગામના રહેવાસી રાહુલ કુમારના લગ્ન મડરાકની રહેવાસી શિવાની સાથે નક્કી થયા હતા. પરંતુ 6 એપ્રિલના રોજ રાહુલ પોતાની થનારી સાસુ સાથે ભાગી ગયો હતો. આ સમાચાર આગની માફક ફેલાઈ ગયા. બન્નેના પરિવાર ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી. પોલીસની ત્રણ ટીમો તેને શોધખોળ કરી રહી હતી. પછી 10 દિવસ બાદ બન્નેએ દાદો પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું હતું, કારણ કે પોલીસે તેમનું લોકેશન શોધી કાઢ્યું હતું. રાહુલના ધરપકડ એ જ દિવસે થઈ જે દિવસે તેના લગ્ન થવાના હતા. હવે બન્નેની પૂછપરછ ચાલી રહી છે. આજે 17 એપ્રિલના રોજ બન્નેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યું નથી.

શું છે સાસુનું પ્લાનિંગ?
સાસુ સતત એક જ વાત કહી રહી છે, હું મારા પતિ પાસે પાછી જવા માંગતી નથી. તેનાથી કંટાળીને જ હું રાહુલ સાથે ભાગી હતી. હું તો રાહુલને મારો પતિ માનું છું. હવે તેની સાથે જ લગ્ન કરીને જિંદગી વિતાવવા માંગુ છું. જ્યારે તેણીને જણાવ્યું કે, જીતેન્દ્રને છૂટાછેડા આપ્યા વિના લગ્ન માન્ય નહીં ગણાય. તો આના પર અનિતાએ કહ્યું કે, રાહુલ સાથે લગ્ન નહીં થાય તો પણ હું તેની સાથે જ રહીશ. અમે પહેલા જ બધુ પ્લાનિંગ કરી લીધું છે. જ્યાં પણ રહીશું, હવે સાથે જ રહીશું. જમાઈ રાહુલ પણ તેની સાસુ સાથે લગ્ન કરવા તૈયાર છે.

આ મામલે જમાઈએ શું કહ્યું?
જમાઈનું કહેવું છે કે, બધું સાસુ પર આધાર રાખે છે, જો તે ઈચ્છે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. જેવું તે કહેશે તેવું થશે. શરત ફક્ત એટલી જ છે કે દરેક બાબતમાં તેમની મર્જી હોવી જોઈએ. હું તો ફક્ત તેમની સાથે રહેવા માંગુ છું. ઉંમરનો કોઈ ફરક પડતો નથી. તેના પરિવારના સભ્યો તેને ત્રાસ આપતા હતા. હું ફક્ત સહાનુભૂતિ દર્શાવીને તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો વાત લગ્નની હોય તો હું તેને મારી પત્ની બનાવવા તૈયાર છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news