દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, અમદાવાદમાં નોંધાયા 7 કેસ

Corona Case in Gujarat: ભારતમાં હાલની કોવિડ-19 સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોની વર્તમાન સંખ્યા, 19 મે સુધી ઉપલબ્ધ ડેટા મુજબ, 257 છે
 

દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, અમદાવાદમાં નોંધાયા 7 કેસ

Corona Case in Gujarat: સિંગાપોર અને હોંગકોંગમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ દરમિયાન, ભારતની આર્થિક રાજધાનીમાં બે કોરોના ચેપ પીડિતોના મોતના સમાચાર છે. સમાચાર એજન્સી ANI દ્વારા સૂત્રોના હવાલેથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈની KEM હોસ્પિટલમાં કોવિડ-19 થી સંક્રમિત બે લોકોના મોત થયા છે.

એશિયનાના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં પણ 257 એક્ટિવ કેસ છે, દેશના 11 રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આજે એટલે કે 20 મેના રોજ નોંધાયા હતા, અમદાવાદ શહેરમાં પણ આજે 7 કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષની ઘરડા દાદી સુધીના લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હાલ આ તમામ સાત દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

 

અમદાવાદમાં શહેરમાં સાત કેસ નોંધાયા છે 

અમદાવાદમાં જે સાત કેસ નોંધાયા છે. તેમાં વટવા રહેવાસી 15 વર્ષીય કિશોર, નારોલનો રહેવાસી 28 વર્ષીય યુવક, દાણી લીમડાના રહેવાસી 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરાનો રહેવાસી 30 વર્ષીય યુવક, ગોતાની રહેવાસી 2 વર્ષીય નાની બાળકી, નવરંગપુરાના રહેવાસી 54 વર્ષીય આધેડ અને બોપલના રહેવાસી 15 વર્ષીય કિશોરને સમાવેશ થાય છે. હાલ આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

 

— ANI (@ANI) May 20, 2025

ANI અનુસાર, કોરોનાને કારણે મૃત્યુ પામેલા બે લોકોની તબિયત ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. બંનેનું મૃત્યુ કોવિડ-19ને કારણે નહીં પણ તેમની પહેલાથી રહેલી બીમારીઓને કારણે થયું છે.

આ પહેલા સોમવારે, આરોગ્ય સેવાના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઇમરજન્સી મેડિકલ રિલીફ ડિવિઝન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો.

ભારતમાં કોરોનાના કેટલા સક્રિય કેસ છે?

આ બેઠક પછી, સત્તાવાર સૂત્રએ સમાચાર એજન્સી જણાવ્યું હતું કે, "મીટિંગમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ભારતમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે સુધી ઉપલબ્ધ ડેટા મુજબ, ભારતમાં કોવિડ-19 ના પુષ્ટિ થયેલા કેસોની વર્તમાન સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી છે.

અહેવાલ મુજબ, લગભગ તમામ વર્તમાન કેસો હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ અને શ્વસન ચેપના ગંભીર કેસોની દેખરેખ રાખવા કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા અને જાહેર આરોગ્યના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સતર્ક અને સક્રિય છે.

11 રાજ્યોમાં ફેલાયો છે કોરોના 

કેન્દ્રીય સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR ના અધિકારીઓની બેઠકમાં પરિસ્થિતિના તમામ પાસાઓ પર વિચારણા કરવામાં આવી હતી. અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસ મધ્યમ શ્રેણીના છે અને ગંભીર શ્રેણીમાં કોઈ દર્દી નોંધાયેલ નથી. સરકારના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પરીક્ષણ અને દેખરેખ વધુ તીવ્ર બનાવવામાં આવી છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

દેશમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. પરંતુ આ પછી પણ સત્ય એ છે કે કોરોના દેશના 11 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. આમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

ગયા વખતે, કોરોના ફેલાવાનું મુખ્ય કારણ ચીન હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, ચીને આનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ આ વખતે કોરોના સિંગાપોર અને હોંગકોંગમાં ફેલાઈ ચૂક્યો છે. જ્યારે તે અન્ય દેશોમાં પહોંચશે, ત્યારે આપણે પરિસ્થિતિને સંભાળવા માટે સક્રિય પગલાં લેવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news