PM મોદીના આ 'ગુરૂમંત્ર'ને અમિત શાહે અજમાવ્યો, ભાજપે જીત્યું કર્ણાટક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દક્ષિણ ભારતમાં પણ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ જીતની સાથે જ ભાજપ પોતાના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન તરફ વધુ એક પગલુંભર્યું છે. 

PM મોદીના આ 'ગુરૂમંત્ર'ને અમિત શાહે અજમાવ્યો, ભાજપે જીત્યું કર્ણાટક

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દક્ષિણ ભારતમાં પણ પોતાનો પરચમ લહેરાવ્યો છે. આ જીતની સાથે જ ભાજપ પોતાના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન તરફ વધુ એક પગલુંભર્યું છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં બંપર જીત બાદ ભાજપ ગત ચાર વર્ષોમાં 14 રાજ્યોમાં સરકાર બનાવી ચૂકી છે. તો બીજી તરફ કોંગ્રેસ, પંજાબ, પોડેંચેરી અને મિઝોરમમાં સમેટાઇ ગઇ છે. રાજકીય જાણકારો કર્ણાટકમાં ભાજપની જીતના ઘણા કારણો ગણાવશે, પરંતુ જો તેની ક્રેડિટ કોઇને આપવાની વાત કરવામાં આવે તો કદાચ દરેક ફક્ત નરેંદ્ર મોદી અને અમિત શાહને આપશે. 

મોદી-શાહની જુગલબંધી: ભાજપ્ને કવર કરનાર રિપોર્ટર કહે છે કે ગુજરાતમાં લાંબા સમય સુધી સાથે કામ કરી ચૂકેલા વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે જોરદાર સામંજસ્ય છે. મોટાભાગે રાજકારણમાં જોવા મળ્યું છે કે એક જ પાર્ટીના બે મોટા નેતાઓના વિચાર એકબીજાથી અલગ હોય છે. આવી સ્થિતિમાં ઘણીવાર સારું પ્લાનિંગ પણ ધરાતલ પર યોગ્ય રીતે લાગૂ થઇ શકતી નથી. તો બીજી તરફ પીએમ મોદી અને અમિત શાહની જોડીની સૌથી સારી વાત એ છે કે બંને નેતા એકબીજાને સારી રીતે વિચારે છે. પીએમ નરેંદ્ર મોદી જે પણ પ્લાન બનાવે છે, તેને અમિત શાહ આબેહૂબ જમીન પર ઉતારી દે છે. 

આ છે મોદીનો ગુરૂમંત્ર: પીએમ નરેંદ્ર મોદી મોટભાગનો સમય પાર્ટી સંગઠનમાં કામ કરી રહ્યા છે. જેથી તેમને ઘણી હદે જમીની હાલાત ખબર છે. પીએમ મોદી ઘણીવાર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહી ચૂક્યા છે કે તે બૂથ જીતવા પર ફોકસ કરે, બાકી પાર્ટી પોતાની મેળે ચૂંટણી જીતી લેશે. અમિત શાહ આ પીએમ મોદીના ગુરૂમંત્રને જમીન પર લાગૂ કરે છે. 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશ, પછી વિધાનસભા ગુજરાતની ચૂંટણીમાં અમિત શાહે દરેક બૂથ કાર્યકર્તાને 50 વોટ અપાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. કર્ણાટકમાં પણ અમિત શાહે કોંગ્રેસને ચિત કરવા માટે માટે આ જ ફોર્મૂલા અજમાયો હતો, જેની સીધી અસર પરિણામ પર જોવા મળી રહી છે. પીએમ મોદી પણ મતદાન પહેલાં ભાજપના મહિલા અને બૂથ લેવલના કાર્યકર્તાઓને NAMO એપ દ્વારા સંબોધિત કર્યા હતા, જેમાં તેમણે 'બૂથ જીતો ચૂંટણી જીતો'નો ગુરૂમંત્ર આપ્યો હતો.  

પીએમ મોદીની સાથે વિમર્શ બાદ અમિત શાહે ભાજપને 'અર્દ્ધ પન્ના પ્રમુખ' પદની શરૂઆત કરી છે.  'અર્દ્ધ પન્ના પ્રમુખ' ની જવાબદારી હોય છે કે તે ચૂંટણીના એક વર્ષ પહેલાં જ પોતાના વિસ્તારમાં 50 મતદારોને પસંદ કરે અને તેમને ભાજપ માટે વોટ આપવા માટે તૈયાર કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news