કોરોનાની સામે ભારતની લડાઈ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ: અમિત શાહ
દુનિયાભરમાં આ સમયે કોરોનાની સામે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આજે હરિયાણાના ગુરૂગ્રામના ખાદરપુરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આયોજિત અખિલ ભારતીય વાવેતર અભિયાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ હાજરી આપી હતી.
નવી દિલ્હી: દુનિયાભરમાં આ સમયે કોરોનાની સામે લડાઈ લડવામાં આવી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આજે હરિયાણાના ગુરૂગ્રામના ખાદરપુરમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ દ્વારા આયોજિત અખિલ ભારતીય વાવેતર અભિયાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ હાજરી આપી હતી.
આ પણ વાંચો:- 'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ
ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, કેવી રીતે આપણા દેશમાં કોરોનાની સામે સૌથી સફળ લડાઈ લડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષાદળોના જવાનો સૌથી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેને કોઈ ઇન્કાર કરી શકે નહીં. આજે હું તેમને બધાને કોરોના વોરિયર્સને નમન કરું છું.
આ પણ વાંચો:- UP: વિકાસ દુબે પછી હવે મુખ્તાર અન્સારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 5ની ધરપકડ, અનેકની સંપત્તિઓ જપ્ત
આતંક અને કોરોના બંનેતી લડી રહ્યું છે ભારત
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આજે ભારત દ્રઢ સંકલ્પની સાથે આતંકવાદીઓ અને કોરોના સંક્રમણથી લડી રહ્યું છે. ભારતની લડાઈમાં કોરોનાના યોદ્ધા અને બોર્ડર પર ઉભા જવાનોનું ઘણું મોટું યોગદાન છે. આપણા જવાનોએ આજે સાબિત કર્યું છે કે, તેમને માત્ર આંતક જ નહીં, પરંતુ લોકોના સહયોગથી કોરોનાથી પણ લડતા આવડે છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાને હંફાવવા માટે લોકડાઉનનો નવા પ્રકારનો ફોર્મ્યુલા
ગૃહ મંત્રી અમિત શાહએ તેમના સંબોધનમાં કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટી આબાદીવાળા દેશમાંથી એક છે. એવામાં દરેકને આ આશંકા હતી કે ભારત જેવો દેશ કોરોના સામે કેવી રીતે લડત આપશે. પરંતુ સમગ્ર દુનિયા જોઈ રહી છે કે, કોવિડ-19ની સામે સૌથી સફલ લડાઈ આપણે લડી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 8 લાખ 49 હજાર 553 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 22 હજાર 674 લોકોએ મહામારીથી જીવ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube