15-20 વર્ષ સુધી કોઈનો નંબર નથી આવવાનો...કોંગ્રેસને વારંવાર આમ જ કઈ નથી પડકારી રહ્યા અમિત શાહ
વિપક્ષ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે જે ઈમારતનું સમારકામ ન થાય તે તૂટી પડે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને કદાચ એવું લાગે છે કે તેઓ આવશે તો બધુ બદલાઈ જશે. અરે ભૂલી જાઓ કારણ કે આગામી 15-20 વર્ષ આવું કશું થવાનું નથી. અમિત શાહના આ આત્મવિશ્વાસને સમજો.
Trending Photos
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને કટાક્ષ કરવાની એક પણ તક ચૂકતા નથી. તેઓ લાંબા સમયથી એમ કહી રહ્યા છે કે ભાજપ ઘણા સમય સુધી સરકારમાં રહેશે. સંસદમાં પણ આ વાત ઘણીવાર દોહરાવી ચૂક્યા છે. આ જ કડીમાં મંગળવારે રાજ્યસભામાં એકવાર ફરીથી તેમણે આવું કહીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંશોધન બિલ પર ચર્ચાનો જવાબ આપતા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમાં સત્તાના કેન્દ્રીયકરણનો કોઈ સવાલ જ ઉઠતો નથી. તેમણે કહ્યું કે બિલમાં રાજ્ય સરકારો અને સામાન્ય લોકોની ભાગીદારીની જોગવાઈ કરાઈ છે.
કોઈનો નંબર નહીં આવે
અસલમાં આ દરમિયાન તેમણે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું કે સમય સાથે ઈમારતનું સમારકામ ન થાય તો તે ધસી પડે છે. નવા નવા પ્રયોગો થતા રહેવા જોઈએ...નવી નવી આફતોનો અનુભવ થાય છે આથી નવું કરવું જ જોઈએ અને કાયદામાં ફેરફાર થઈ રહ્યા છે તો તેમાં શું સમસ્યા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે તેમને લાગે છે કે તેઓ આવશે તો કાયદો બદલી નાખશે. અરે ભાઈ તેમાં ઘણી વાર છે. 15-20 વર્ષ કોઈનો નંબર આવવાનો નથી. તમે જરા પણ ચિંતા ન કરો. જે પણ કરવાનું છે તે હાલ તો અમારે જ કરવાનું છે. ત્યારબાદ તેમના આ નિવેદન પર સભ્યો હસવા લાગ્યા હતા.
હાલ વિપક્ષવાળા વિપક્ષમાં જ બેસશે...
અમિત શાહ એમ કહેવા માંગતા હતા કે હાલ વિપક્ષવાળા વિપક્ષમાં બેસશે. આફત નિવારણમાં આર્થિક મદદ આપવામાં કેટલાક રાજ્યોની સાથે ભેદભાવના વિપક્ષના આરોપોને ફગાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારત આફત નિવારણ મામલે રાષ્ટ્રીય જ નહીં પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક તાકાત બનીને ઊભર્યું છે અને દુનિયા પણ તેનો સ્વીકાર કરી રહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આફતના જોખમને ઘટાડવા માટે વિશ્વ સમક્ષ જે 10 પોઈન્ટનો એજન્ડા રજૂ કર્યો છે તેને 40 દેશોએ અપનાવ્યો છે અને તેનું પાલન કરે છે.
અમસ્તો જ આવો આત્મવિશ્વાસ નથી...
આમ તો અમિત શાહ આ વાત લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ તેનું કારણ ક્લીયર છે. ભાજપના રાજકારણ પર નજર ધરાવતા એક્સપર્ટ્સનું કહેવું છે કે ભાજપ લગભગ એમ માનીને ચાલે છે કે હજુ તેને હરાવવા માટે કોંગ્રેસ પોતાને મજબૂત કરી શકી નથી. બાકીની કસર રાજ્યોની પાર્ટીઓના મજબૂત થવાથી પૂરી થઈ રહી છે. આવામાં કોંગ્રેસ ઉપર ઉઠી શકતી નથી. અમિત શાહના આ નિવેદનમાં એ પણ સ્પષ્ટ છે કે પીએમ મોદી જો ફરી એકવાર દેશના પીએમ બને તો અતિશયોક્તિ નહીં કહેવાય.
અમિત શાહ પોતે છેલ્લા કેટલાય વર્ષોથી મોદી સરકારના મોટા કાર્યો અને નિર્ણયોમાં સામેલ થતા આવ્યા છે. આર્ટિકલ 370થી લઈને રામ મંદિર કે પછી નવા નવા કાયદાઓમાં પણ અમિત શાહે મજબૂતીથી સરકારનો પક્ષ રજૂ કર્યો છે. આવામાં તેમનો આત્મવિશ્વાસ અને દેશની જનતાની પ્રતિક્રિયા અઁગે તેઓ આશ્વસ્ત છે. બીજી બાજુ કોંગ્રેસ ખાસ કરીને સંસદમાં તેમના તર્કોને મજબૂત જવાબ આપતી જોવા મળી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે