નવી દિલ્હી : પંજાબ અને રેલ્વે પોલીસે શનિવારે અમૃતસરમાં 60 લોકોને કચડનારી ટ્રેનનાં ચાલકને કસ્ટડીમાં લઇને પુછપરછ કરી હતી. પંજાબ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ડીએમયુ (ડીઝલ મલ્ટીપલ યૂનિટ)નાં ડ્રાઇવરને લુધિયાણા રેલ્વે સ્ટેશનથી કસ્ટડીમાં લેવામાં આવ્યા અને શુક્રવારે રાત્રે થયેલી આ ઘટના સંદર્ભમાં પુછપરછ કરવામાં આવી. હવે આ મુદ્દે ડ્રાઇવરનું લેખીત નિવેદન સામે આવ્યું છે. જેમાં ડ્રાઇવરે તે રાત્રે થયેલી ઘટનાની સમગ્ર વાર્તાને જણાવ્યું છે. આ લેખીત નિવેદન અધિકારીક રીતે ડ્રાઇવરની તરફથી આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઇવર અરવિંદ કુમારે પોતાનાં નિવેદનમાં લખ્યું છે, જેવું મે જોયું કે ટ્રેક પર સેંકડો લોકો હાજર છે, મે ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. આ દરમિયાન હું સતત હોર્ન વગાડી રહ્યો હતો. તેમ છતા લોકો હટ્યા નહોતા. આખરે ઘણા લોકો ટ્રેન નીચે કચડાઇ ગયા.  ઇમરજન્સી બ્રેક લગાવેલી હોવાથી થોડી આગળ જઇને ટ્રેન અટકી હતી. પરંતુ સ્થાનિક લોકો પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મે ટ્રેનને આગળ વધારી દીધી હતી.

પોતાનાં પત્રમાં અરવિંદે જણાવ્યું કે, મે 19 ઓક્ટોબરની સાંજે 5 વાગ્યે ચાર્જ લીધો. જાલંધરથી ઉપડીને સાંજે 06.44 વાગ્યે યેલો સિગ્નલ સાથે માનવાલા પહોંચ્ચા. 06.46 વાગ્યે યેલો સિગ્નલ અને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ અમૃતસર માટે ટ્રેન રવાના થઇ. માનાંવાલા અને અમૃતસરની વચ્ચે ગેટ સંખ્યા 28નું ડિસ્ટેંટ અને ગ્રેટ સિગ્નલ ગ્રીન પાસ કર્યું. જેમ કે ગાડી KM NO508/11ની આસપાસ પહોંચ્યા તો સામે ગાડી નંબર 13006 ડીએન આવી રહ્યું હતું. અચાનક લોકોનું ટોળું પાટા પર આવી ગયું. મે તુરંત જ હોર્ન વગાડતા હોર્ન વગાડવાનું ચાલુ કરી દીધું હતું. ઇમરજન્સી બ્રેક લગાવવા છતા પણ મારી ટ્રેનની અડફેટે ઘણા લોકો આવી ગયા હતા. ગાડી લગભગ અટકવા લાગી હતી ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. ગાડીમાં બેઠેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા મે ટ્રેન ચાલુ કરી અને અમૃતસર સ્ટેશન પહોંચ્યો હતો.