ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ

 હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમૂલ્યા લિયોનાના પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાની નિંદા કરી અને કહ્યું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, હું પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાની ઘટનાની નિંદા કરુ છું.  

Updated By: Feb 20, 2020, 11:02 PM IST
ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ

બેંગલુરૂઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર યુવતી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારી યુવતીનું નામ અમૂલ્યા લિયોના છે. બેંગલુરૂ પોલીસે હવે અમૂલ્યા લિયોનાની પૂછપરછ કરશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરશે. ગુરૂવારે અમૂલ્ય લિયોનાએ તે સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, જ્યારે કર્ણાટકના બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જનસભાને અસદુદ્દીન ઓવૈસી સંબોધિત કરવા જઈ રહ્યાં હતા. 

અમૂલ્યા લિયોના પહેલા મંચ પર પહોંચી અને પછી તેણે હાથમાં માઇક લઈ લીધું હતું. ત્યારબાદ તે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા લાગી હતી. આ દરમિયાન મંચ પર અસદુદ્દીન ઓવૈસી હાજર હતા અને તેમણે સીધો તે યુવતીને વિરોધ કર્યો હતો. નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરનાર લોકો અમૂલ્યા પાસેથી માઇક છીનવવા લાગ્યા અને પોલીસ બોલાવી હતી. પોલીસે મંચ પર પહોંચીને અમૂલ્યા લિયોનાને કસ્ટડીમાં લઈ લીધી હતી. હાલ પોલીસે અમૂલ્યા લિયોના વિરુદ્ધ ભારતીય પીનલ કોડની કલમ 124A (રાજદ્રોહ)નો કેસ દાખલ કર્યો છે. 

તો હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમૂલ્યા લિયોનાના પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાની નિંદા કરી અને કહ્યું કે, અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, હું પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાની ઘટનાની નિંદા કરુ છું. અમારે આ યુવતી સાથે કોઈ લેવા-દેવા નથી. અમારા માટે ભારત ઝિંદાબાદ હતું અને ઝિંદાબાદ રહેશે. 

વારિસ પઠાણના નિવેદનશી મુશ્કેલીમાં AIMIM
એઆઈએમઆઈએમના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે થોડા દિવસ પહેલા એક રેલીમાં કહ્યું હતું કે, 100 કરોડ પર 15 કરોડ ભારે પડશે. આ નિવેદનથી વિવાદ થયો અને પઠાણની સાથે પાર્ટીએ પણ ટીકાનો સામનો કરવો પડ્યો છે. તો પઠાણે તે કહેતા નિવેદન પરત લેવા કે માફી માગવાથી ઇનકાર કરી દીધો કે તેણે જે કહ્યું કે, બંધારણની હદમાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...