Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વાઝેને કર્યા સસ્પેન્ડ

Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે પર મોટી કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરી દીધા છે. એનઆઈએની તપાસ ચાલી રહી છે. 
 

Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વાઝેને કર્યા સસ્પેન્ડ

મુંબઈઃ Antilia Case: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના ઘર એન્ટીલિયાની બહાર જીલેટિન સ્ટીક ભરેલી સ્કોર્પિયોના મામલામાં ધરપકડ કરાયેલા મુંબઈ પોલીસ  (Mumbai Police) ના અધિકારી સચિન વાઝે  (Sachin Waze) પર મોટી કાર્યવાહી કરતા તેમને સોમવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સચિન વાઝેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. મુંબઈ પોલીસ અંબાણીના ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે, જેમાં પીપીઈ કિટ પહેરી દેખાતો વ્યક્તિ સચિન વાઝે હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

મહત્વનું છે કે અંબાણીની એન્ટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મળવાના મામલામાં ધરપકડ કરાયેલા સચિન વાઝેએ પોતાની વાત રાખવા માટે સોમવારે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સચિન વાઝેએ કોર્ટમાં એનઆઈએની ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરી છે અને કોર્ટે તેની અરજીનો સ્વીકાર કરી લીધો છે.

He was arrested by NIA in connection with its investigation into the recovery of explosives from a car parked near Mukesh Ambani's house in Mumbai. pic.twitter.com/ent3Il45bA

— ANI (@ANI) March 15, 2021

એન્ટીલિયાની બહાર જીલેટિનની સ્ટીકથી ભરેલી સ્કોર્પિયો મામલાની તપાસ કરતા એનઆઈએને સીસીટીવી ફૂટેજમાં એક ઇનોવા પણ જોવા મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે સ્કોર્પિયો ગાડી ઉભી રાખ્યા બાદ ચાલક આ ઇનોવામાં બેસીને ફરાર થઈ ગયો હતો. એનઆઈએના અધિકારી હવે તેની તપાસ કરી રહ્યાં છે કે સફેદ કલરની કારમાં સહાયક પોલીસ ઇન્સપેક્ટર સચિન વાઝે બેઠા હતા. 

તપાસમાં એનઆઈએને તે પણ જાણવા મળ્યું છે કે સીઆઈયૂ જીલેટિનની સ્ટીકથી ભરેલી સ્કોર્પિયો અને તેની સાથે જોવા મળેલી ઇનોવા કાર મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ઉપયોગ કરી રહી હતી. આ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેને પોલીસને જણાવ્યુ હતુ કે સ્કોર્પિયો કાર તેની છે, જે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની પાસેથી ગાયબ થઈ ગઈ હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news