જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં IED વિસ્ફોટ, મેજર અને એક જવાન શહીદ

શુક્રવારે રાજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં IED વિસ્ફોટ, મેજર અને એક જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં થયેલા IED (Improvised Explosive Device) વિસ્ફોટમાં ભારતીય સેનાના એક મેજર અને એક જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત એક જુનિયર કમિશન્ડ અધિકારી અને એક જવાન ઘાયલ થયો હોવાના સમાચાર છે. સૂત્રો પાસેથી ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે આ વિસ્ફોટ રાજૌરી જિલ્લાને અડીને આવેલી નિયંત્રણ રેખા પર પુખેરની વિસ્તારમાં આવેલી રૂપમતી ચોકી નજીક થયો હતો. 

અધિકારીઓએ જણાવ્યું કે, 'શંકાસ્પદ આતંકવાદીઓને રાજૌરી જિલ્લાના લામ સેક્ટરમાં સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોને નિશાન બનાવીને નિયંત્રણ રેખાને અડીને આવેલા માર્ગ પર IED ફીટ કરી રાખ્યો હતો. આ વિસ્ફોટમાં એક જેસીઓ સહિત 2 જવાન ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'

— ANI (@ANI) January 11, 2019

સેનાના અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'પાકિસ્તાની સેના તરપથી થતા આ IED વિસ્ફોટ અને હુમલાને ધ્યાનમાં રાખીને સૈનિકોને એલર્ટ કરી દેવાયા છે.'

આ ઉપરાંત શુક્રવારે આતંકવાદીઓએ શ્રીનગરના લાલચોકમાં પલાડિયમ સિનેમા નજીક CRPF (132 બટાલિયન)ના બંક પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ ઘાયલ થયું નથી કે કોઈનું મોત થયું નથી. સેના દ્વારા આ હુમલો કરનારા આતંકીને શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news