હની ટ્રેપના મામલે મિલિટ્રી ઇંટેલિજેંસે લેફ્ટિનેંટ કર્નલ રેંકના ઓફિસરની ધરપકડ કરાઇ

ભારતીય સેનાના વધુ એક ઓફિસર પર હની ટ્રેપમાં ફસાઇને દેશના દુશ્મનોને ગુપ્ત જાણકારી આપવાનો આરોપ લાગ્યો છે. ભારતીય સેનાની કાઉંટર ઇંટેલિજેંસ વિંગે એક મોટા અભિયાન હેઠળ સેનાના એક લેફ્ટિનેંટ કર્નલ રેંકના આ અધિકારીની ધરપકડ કરી છે.

Updated By: Feb 14, 2018, 06:20 PM IST
હની ટ્રેપના મામલે મિલિટ્રી ઇંટેલિજેંસે લેફ્ટિનેંટ કર્નલ રેંકના ઓફિસરની ધરપકડ કરાઇ

નવી દિલ્હી: ભારતીય સેનાના વધુ એક ઓફિસર પર હની ટ્રેપમાં ફસાઇને દેશના દુશ્મનોને ગુપ્ત જાણકારી આપવાનો આરોપ લાગ્યો છે. ભારતીય સેનાની કાઉંટર ઇંટેલિજેંસ વિંગે એક મોટા અભિયાન હેઠળ સેનાના એક લેફ્ટિનેંટ કર્નલ રેંકના આ અધિકારીની ધરપકડ કરી છે. આ અધિકારી પર આરોપ છે કે તેણે પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇના હની ટ્રેપમાં ફસાઇને દેશના દુશ્મનોને ગુપ્ત જાણકારી ઉપલબ્ધ કરાવી છે. 

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર હની ટ્રેપનો કથિત મામલો જબલપુરમાં 506 આર્મી બેસ વર્કશોપ સાથે જોડાયેલો છે. ધરપકડમાં લેવામાં આવેલા આ લેફ્ટિનેંટ કર્નલ પર ગોપનીય દસ્તાવેજ લીક કરવાનો આરોપ છે. આ મામલે લખનઉ કમાંડ હેડક્વાર્ટરના ઇંટેલિજેંસ બ્યૂરોએ મંગળવારે રાત્રે દબિશ કરતાં લેફ્ટિનેંટ કર્નલ સાથે પૂછપરછ કરી ધરપકડ કરી લીધી છે. 

એકદમ ગુપ્ત રીતે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં તપાસના ઘેરામાં આવેલા ઓફિસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ અધિકરીઓએ ઘણી ફાઇલો જપ્ત કરી લીધી છે. તેની ઓફિસમાં હાજર કોમ્યુટરની હાર્ડ ડિસ્કને પણ તપાસ માટે કબજે લેવામાં આવી છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં જ આ આર્મી ઓફિસરના એકાઉંટમાં એક કરોડની રકમ ટ્રાંસફર થઇ હોવાની વાત સામે આવી છે. જો કે હજુ સુધી કોઇપણ સત્તાવાર રીતે પુષ્ટિ થઇ શકી નથી. કેસની સંવેદનશીલતાને જોતાં સેનાના કોઇપણ અધિકારી આ અંગે વાત કરવા માટે તૈયાર નથી. 

પાકિસ્તાનની હનીટ્રેપમાં ફસાયા એરફોર્સના ગ્રુપ કેપ્ટન
9 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI માટે જાસૂસી કરનાર અને તેના ગોપનીય દસ્તાવેજ પુરા પાડવાના આરોપમાં દિલ્હી એરફોર્સના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહ (51)ની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર થોડા મહિના પહેલાં ISI ના એક એજન્ટે છોકરી બનીને મારવાહ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર સતત ચેટિંગ થવા લાગી. 

જાણકારી અનુસાર આ દરમિયાન બંનેએ એકબીજાને મેસેજ મોકલ્યા. છોકરી બનીને કેપ્ટન અરૂણ મારવાહને સંપૂર્ણ રીતે પોતાની જાળમાં ફસાવ્યા બાદ આઇએસઆઇ એજન્ટે તેમની પાસેથી ગોપનીય દસ્તાવેજોની માંગણી કરી. સૂત્રોનું કહેવું છે કે કેપ્ટન અરૂણ મારવાહે કેટલાક ગોપનીય દસ્તાવેજ તે એજન્ટને ઉપલબ્ધ કરાવ્યા. 

તપાસમાં જાસૂસીમાં સંલિપ્તતા મળી
થોડા અઠવાડિયા પહેલાં એરફોર્સના વરિષ્ઠ અધિકારીને આ મામલાની જાણકારી મળી અને તેમણે કેપ્ટન અરૂણ મારવાહ પર આંતરિક તપાસ બેસાડી દીધી. તપાસ દરમિયાન મારવાહની જાસૂસીમાં સંલિપ્તતા જોવા મલી. ત્યારબાદ એરફોર્સના વરિષ્ઠ અધિકારીએ દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને તેની ફરિયાદ કરી.