ED ચાર્જશીટ કોઇ ચૂંટણીનો મુદ્દો નહી, RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે ઇડીમાં ચાર્જશીટનો હવાલો ટાંકતા કોંગ્રેસ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઇડીની ચાર્જશીટ ચૂંટણીનો મુદ્દો નથી. તેમાં RG, AP અને FAM નો ઉલ્લેખ થયો છે. આ ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે. મિશેલનાં આ ખુલાસા અંગે કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. મિશેલના આ ખુલાસામાં સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને પરિવારની સંડોવણી સામે આવી રહી છે.
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે ઇડીમાં ચાર્જશીટનો હવાલો ટાંકતા કોંગ્રેસ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઇડીની ચાર્જશીટ ચૂંટણીનો મુદ્દો નથી. તેમાં RG, AP અને FAM નો ઉલ્લેખ થયો છે. આ ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે. મિશેલનાં આ ખુલાસા અંગે કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. મિશેલના આ ખુલાસામાં સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને પરિવારની સંડોવણી સામે આવી રહી છે.
લોકસભા 2019: ઘઉં વાઢ્યા બાદ હવે હેમા ટ્રેક્ટર લઇને પહોંચ્યા બટાકાના ખેતરમાં...
કોંગ્રેસ મિશેલનાં ખુલાસા અંગે આ રીતે મૌન ન બેસી શકે. અરૂણ જેટલીએ કહ્યું કે, રાઇટ ટુ સાઇલન્સનો અધિકાર કોર્ટમાં આરોપીને મળે છે. તે વ્યક્તિને તે અધિકાર નથી મળતો જે દેશનાં વડાપ્રધાન બનવાનાં સપનાઓ સેવી રહ્યો હોય. અરૂણ જેટલીએ કહ્યું કે, એવું કઇ રીતે થાય છે કે જ્યારે પણ કોઇ ડિફેન્સ ડીલ મુદ્દે વિવાદ પેદા થાય છે ત્યારે એક ચોક્કસ પરિવાર ખાસ કરીને કોંગ્રેસનાં પ્રથમ પરિવારનાં નામ એક પછી એક સામે આવવા લાગે છે.