નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લેહમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરુણાચલ પ્રદેશમાં પણ તણાવના સમાચાર છે. અરુણાચલ પ્રદેશમાં  ભારત અને ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આમને સામને આવી ગયા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મામલો ઉકેલાયો. ભારત અને ચીન બંને દશોના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન ભીડી ગયા હતા. ઘર્ષણની આ ઘટના ગત અઠવાડિયે ઘટી હતી. 


ચીનની હરકતોને ભારતીય સેના હવે જરાય સહન કરવાના મૂડમાં નથી. ઉત્તરાખંડના બારાહોતી બાદ હવે અરુણાચલ પ્રદેશમાં ચીનના લગભગ 200 જેટલા સૈનિકો તિબ્બતથી ભારતની જમીનમાં ઘૂસી આવ્યા. ચીની સૈનિકોએ ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાની કોશિશ પણ કરી. તવાંગમાં ભારતીય સૈનિકોએ ચીનના જવાનોને કસ્ટડીમાં લીધા. જો કે આ બધુ થોડીવાર માટે અસ્થાયી રીતે હતુ. સેના તરફથી આ મામલે કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube