CBI રેડઃ કેજરીવાલે પૂછ્યુ, આખરે PM શું કરવા માંગે છે?

કેજરીવાલે કહ્યું, કાલે સત્યેન્દ્રએ ખાનગી હોસ્પિટલની નફાખોરી વિરુદ્ધ નીતિની જાહેરાત કરી, આજે મોદી સરકારે સીબીઆઈની રેડ કરાવી.

CBI રેડઃ કેજરીવાલે પૂછ્યુ, આખરે  PM શું કરવા માંગે છે?

નવી દિલ્હીઃ પીડબલ્યૂડીમાં નિષ્ણાંતોની તૈનાતીમાં અનિયમિતતા સાથે જોડાયેલા એક મામલામાં મંત્રી સત્યેન્દ્ર જૈનના આવાસ પર બુધવારે સીબીઆઈની છાપેમારીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજનીતિથી પ્રેરિત ગણાવતા પીએમ મોદીને પૂછ્યું કે, તે શું ઈચ્છે છે? 

આપ સંયોજને કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, આખરે વડાપ્રધાન મોદી શું ઈચ્છે છે? કેજરીવાલે કહ્યું, કાલે સત્યેન્દ્રએ ખાનગી હોસ્પિટલની નફાખોરી વિરુદ્ધ નીતિની જાહેરાત કરી, આજે મોદી સરકારે સીબીઆઈની રેડ કરાવી. તેમણે કહ્યું કે, ખાનગી હોસ્પિટલની મનમાની રોકવા માટે જૈન દ્વારા જાહેર કડક નીતિને ભાજપ ખારિજ કરવા ઈચ્છે છે. 

भाजपा ये नीति ख़ारिज करवाना चाहती है।

ये नीति क्रांतिकारी है।इससे जनता को बड़ा फ़ायदा होगा।हम CBI से डरने वाले नहीं।नीति जारी रहेगी, चाहे कितनी भी रेड करा लें https://t.co/KnXqSK8eb8

— Arvind Kejriwal (@ArvindKejriwal) May 30, 2018

કેજરીવાલે કહ્યું, આ નીતિ ક્રાંતિકારી છે. તેનાથી જનતાને ફાયદો થશે. અમે સીબીઆઈથી ડરવાના નથી. નીતિ જારી રહેશે, ભલે તે ગમે તેટલી રેડ કરાવી લે. આ પહેલા આપની પ્રવક્તા અતિશી મરલીનાએ કહ્યું કે, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોની મનમાની રોકવા માટે જૈન દ્વારા બે દિવસ પહેલા આકરી નીતિ જાહેર કર્યા બાદ સીબીઆઈએ છાપેમારી કરી. તેમણે કહ્યું, છેલ્લા ત્રણ વર્ષથી જૈન સરકારી હોસ્પિટલોને સુધારવાની અને ખાનગી હોસ્પિટલોની મનમાની રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેને આમ કરતા રોકવા માટે સીબીઆઈને મોકલી દેવામાં આવે છે. 

— Arvind Kejriwal (@ArvindKejriwal) May 30, 2018

આ પહેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકાર સારૂ કામ કરી રહી છે તેથી તમામને મુશ્કેલી થઈ રહી છે. સિસોદિયાએ સીબીઆઈ પર કટાક્ષ કરતા કહ્યું કે, લગભગ આ રેડમાં સત્યેન્દ્ર જૈનનો ખોવાયેલો શર્ટ મળી જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news