Rajasthan LIVE: અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાહુલ-સોનિયા પણ છે હાજર

નાયબમુખ્યપ્રધાન સચિન પાયલોટે કહ્યું કે, સરકાર રચાયા બાદ તેઓ આપેલા વચનોને પુર્ણ કરવામાં લાગી જશે

Rajasthan LIVE: અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાહુલ-સોનિયા પણ છે હાજર

જયપુર : રાજસ્થાનના ભાવી મુખ્યમંત્રી અશોક ગહલોતે શપથગ્રહણ સમારોહ અગાઉ કહ્યું કે, ગુડ ગવર્નસ પર તેમનું ફોકસ રહેશે. તેમણે કહ્યું કે, સુરક્ષા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી વધારે મજબુત બનાવશે. પ્રદેશમાં બંધ પડેલા મોટા મોટા પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં આવશે. જયપુરનાં અલ્બર્ટ હોલમાં શપથ ગ્રહણ સમારોહ અગાઉ તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવાઇ છે. અશોક ગહલોતની વિધાનસભા સરદારપુરામાં સવારથી જ ઉજવણીનો માહોલ છે. અશોક ગહલોતને ચાહનારા લોકો નવા કપડા પહેરીને નાચી રહેલા જોવા મળી રહી છે. શપથ ગ્રહણ સમારોહમાં ગહલોતનાં પરિવારનાં સભ્યો પણ હાજર રહેશે. 

- મધ્યપ્રદેશ કોંગ્રેસનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અશોક ગહલોત અને સચિન પાયલોટનાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા 10:46 AM 17-12-2018
- નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લા, એનસીપી નેતા શરદ પવાર અને શરદ યાદવ પણ મંચ પર પહોંચ્યા 10:46 AM 17-12-2018
- બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જયપુરમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી ચુક્યા છે. તે ઉપરાંત ડીએમકે નેતા એમકે સ્ટાલીન પણ હાજર છે 10:40 AM 17-12-2018
- હાલનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ અશોક ગહલોત અને સચિન પાયલોટનાં શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા 10:16 AM 17-12-2018
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જયપુર પહોંચ્યા 10:16 AM 17-12-2018
- જયપુરમાં અશોક ગહલોત અને સચિન પાયલટના શપથ ગ્રહણ સમારોહમાં નેતા પહોંચવાનું શરૂ થઇ ચુક્યું છે. ગહલોતનો પરિવાર સમારંભ સ્થળ પર પહોંચ્યો 10:11 AM 17-12-2018
- સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી મુખ્યમંત્રીઓનાં શપથગ્રહણ સમારોહમાં હાજરી નહી આપે. 09:26 AM 17-12-2018

બીજી તરફ ભાવી ઉપમુખ્યમંત્રી જયપુરમાં પોતાના આવાસ બહાર કાર્યકર્તાઓને મળતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર બનતાની સાથે જ તેઓ જનતાને કરેલા વચનો પુર્ણ કરવામાં લાગી પડશે. કોંગ્રેસ ધારાસભ્ય દળનાં નેતા અશોક ગહલોત અને પ્રદેશાધ્યક્ષ સચિન પાયલોટની તાજપોશીના સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ.ડી દેવગૌડા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. 

ગહલોતે આલબર્ટ હોલમાં ચાલી રહેલી તૈયારીઓની તપાસ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, શરદ યાદવ, ફારુક અબ્દુલ્લા, ચંદ્રબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઇ, સીપીએમ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સહિત અનેક વિપક્ષનાં ઉચ્ચ નેતાઓ હાજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news