)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલાના સમાચાર સામે આવ્યા છે.સૂત્રોના જણાવ્યાં મુજબ રેખા ગુપ્તાના તેમના સિવિલ લાઈન્સ સ્થિત ઘર પર જન સુનાવણી દરમિયાન આ હુમલો થયો. આ હુમલામાં રેખા ગુપ્તાને સામાન્ય ઈજા થઈ હોવાની જાણકારી મળી છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર સચદેવાએ સાપ્તાહિક જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિએ આગળ આવીને હુમલો કર્યો. સુરક્ષા કર્મીઓએ તત્કાળ આરોપીને પકડી લીધો અને અટકમાં લીધો. હાલ ઘટનાની તપાસ ચાલુ છે અને ઘટનાસ્થળે પોલીસકર્મીની તૈનાતી વધારી છે. હજુ સુધી હુમલાનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે આરોપીના હાથમાં કોર્ટ સંબધિત ડોક્યુમેન્ટ્સ મળ્યા છે.
A mishap happened during Jan Sunvai at CM Residence, Civil Lines. Delhi BJP President Virendraa Sachdeva strongly condemns the attack on CM Rekha Gupta during the weekly Jan Sunvai. Police inquiry to reveal details: Delhi BJP
— ANI (@ANI) August 20, 2025
પોલીસે આરોપીને પકડ્યો
આ મામલે પોલીસે જણાવ્યું કે મુખ્યમંત્રી આવાસ પર જનસુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરીને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.
One person apprehended and taken to Civil Lines Police Station in connection with attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai at CM Residence: Delhi Police https://t.co/V3SAreaKgo
— ANI (@ANI) August 20, 2025
રાજકોટના રહીશે કર્યો હુમલો?
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનારો રાજકોટનો રહેવાસી નીકળ્યો. રાજેશ ખિમજી નામની વ્યક્તિએ કર્યો આ હુમલો. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ પૂછપરછમાં પોતાનું નામ રાજેશભાઈ ખિમજી ઉર્ફે ભાઈ સકરિયા જણાવ્યું છે. આરોપી રાજકોટનો રહીશ હોવાનું કહે છે. તેની ઉંમર 41 વર્ષ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની વધુ પૂછપરછ પણ કરાશે.
શું કહ્યું દિલ્હી સીએમઓએ
દિલ્હી સીએમઓએ કહ્યું કે આજે સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે.
Delhi CMO says, "A person attacked CM Rekha Gupta during Jan Sunvai today. The accused has been nabbed by the Delhu Police and is being questioned."
— ANI (@ANI) August 20, 2025
પૂર્વ સીએમ આતિશીએ આ હુમલાને વખોડ્યો છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં અસહમતિ અને વિરોધને જગ્યા હોય છે. પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો પર કડક કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એવી આશા રાખીએ છીએ.
થપ્પડ મારવાની વાત સામે આવી
જનસુનાવણી દરમિયાન દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલા દરમિયાન ઘટનાસ્થળે હાજર અંજલિએ કહ્યું કે આ ખોટું છે. જનસુનાવણીનો અધિકાર બધાને છે. જો કોઈ ફ્રોડ તેમને થપ્પડ મારી શકે તો આ ખુબ મોટી વાત છે. હું ત્યાં હતી. તે વ્યક્તિ બોલતો હતો કે તેણે અચાનક થપ્પડ મારી દીધી. પોલીસ તેને લઈ ગઈ છે.
#WATCH | Attack on Delhi CM Rekha Gupta during Jan Sunvai | Anjali, who was present at the spot, says, "This is wrong. Everyone has the right to Jan Sunvai. If an imposter can slap her, this is a big deal...I was there...The person was speaking and he suddenly slapped. Police… pic.twitter.com/fsQCY8Jl0P
— ANI (@ANI) August 20, 2025
ઘટનાસ્થળે હાજર લોકોએ શું કહ્યું
જનસુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા દરમિયાન ઘટનાસ્થળે હાજર શૈલેન્દ્રકુમારે કહ્યું કે હું ઉત્તમ નગરથી સીવરની ફરિયાદ લઈને આવ્યો હતો. જ્યારે હું ગેટ પર પહોંચ્યો તો અફરાતફરી મચી ગઈ. કારણ કે મુખ્યમંત્રીને થપ્પડ મારવામાં આવી. આ ખોટું છે.
શું કહ્યું ભાજપ અધ્યક્ષે
આ હુમલા અંગે દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે કહ્યું કે, આજે સવારે જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રી હંમેશાની જેમ જનતા સાથે વાતો કરતા હતા. એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેણે કેટલાક કાગળો આપ્યા અને અચાનક તેમનો હાથ પકડીને તેમને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન થોડી ધક્કામુક્કી થઈ અને લોકોએ તેને પકડી લીધો. તે કોણ છે અને અન્ય તમામ જાણકારીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
#WATCH | Delhi BJP president Virendraa Sachdeva says, "During Jan Sunvai this morning, CM was speaking with the public like she always does. A man approached her, presented some paper and suddenly held her hand while trying to pull her towards him. During this, there was a little… pic.twitter.com/r2FiC9ADej
— ANI (@ANI) August 20, 2025
મુખ્યમંત્રીની હાલત હાલ સ્થિર છે. ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. હું તેમને મળ્યો છું તેઓ એક મજબૂત મહિલા છે. એવું લાગે છે કે તેમના માથા પર સામાન્ય ઈજા થઈ છે. થપ્પડ કે પથ્થરબાજીની વાત ઉપાજાવેલી છે. રાજીનીતિમાં આવી ઘટનાઓ નીંદનીય છે. જનસુનાવણી ચાલુ રહેશે. મુખ્યમંત્રી હાલ આરામ કરે છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ પોતાના કાર્યક્રમ રદ ક રશે નહીં.