Atul Subhash Suicide: અતુલના મોત પર નિકિતાના પરિવારજનોની પ્રતિક્રિયા, પ્રથમવાર રાખ્યો પોતાનો પક્ષ
Atul Subhash Suicide News: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરેક જગ્યાએથી ટીકાઓ જોઈને અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાના પરિવારે આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
Atul Subhash Suicide News: બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો ગરમાયો છે. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરેક જગ્યાએથી ટીકાઓ જોઈને અતુલની પત્ની નિકિતા સિંઘાનિયાના પરિવારે આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અતુલના મૃત્યુ પર અમને ખૂબ જ દુઃખ છે, પરંતુ જે થયું તેના માટે અમે જવાબદાર નથી. ટૂંક સમયમાં અમે પુરાવા સાથે અમારી સ્પષ્ટતા રજૂ કરીશું.
બેંગ્લુરુની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા 34 વર્ષીય AI એન્જિનિયર અતુલ સુભાષે પોતાને ઘરે આત્મહત્યા કરી લીધી.. સુભાષે 90 મિનિટનો વીડિયો અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું.. આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે.. અતુલે સ્યૂસાઇડ નોટમાં કહ્યું છે કે,
“હું પૈસા આપવાનો ઇન્કાર કરું છું અને મોતને પસંદ કરું છું. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા પૈસાનો ઉપયોગ મારા વિરોધીઓ દ્વારા મને અને મારા પરિવારને પ્રતાડિત કરવા માટે થાય. જો મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓ કોર્ટની બહાર ગટરમાં પધરાવી દેજો.”
ત્યારે હવે બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મહિલાઓના અધિકારો પર અવાજ ઉઠાવનાર સમાજ શું પુરુષોના અધિકારો માટે પણ લડશે? અતુલને જીવતેજીવત તો ન્યાય ન મળ્યો, તો શું મોત બાદ મળશે? શું ફરીથી કોઈ બીજો અતુલ મોતને વ્હાલું કરવા લાચાર ન થાય તેના માટે ન્યાયિક વ્યવસ્થા કોઈ પગલું ભરશે?
અતુલની પત્નીએ ત્રણ કરોડ રૂપિયા ભથ્થું માંગ્યું.. અતુલને પુત્રનો ચહેરો પણ ન જોવા દીધો.. પત્નીના પિતાનું લગ્ન બાદ બીમારીથી મોત થયું, પરંતુ સાસરી પક્ષવાળાએ હત્યાની FIR નોંધાવી.. અતુલના આરોપો અનુસાર, ફેમિલી કોર્ટમાં જજે કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.. અતુલે દાવો કર્યો કે, તેણે 2 વર્ષમાં 120 વખત કોર્ટમાં હાજરી આપવા જવું પડ્યું હતું.. તેમણે ત્યાં સુધી આરોપ લગાવી દીધો કે, પત્નીએ જજની સામે જ કહી દીધું હતું કે સ્યૂસાઇડ કેમ નથી કરી લેતા અને જજ આ સાંભળીને હસવા લાગ્યા હતા..
હવે સવાલ થાય કે, શું અતુલે પત્ની, સાસરી પક્ષ અને જ્યુડિશિયલ સિસ્ટમ સામે હાર માનીને આત્મહત્યા કરી લીધી?
અતુલના નિધન બાદ પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.. અતુલની પત્ની, તેની માં, તેના ભાઈ અને તેના કાકાએ ખોટા કેસમાં તેને ફસાવ્યો હતા અને આ કેસ માટે ત્રણ કરોડ રૂપિયા માંગ્યા હતા.. જેના કારણે અતુલ સુભાષ ખૂબ જ ડિપ્રેશનમાં હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી.. પીડિત પરિવાર દ્વારા આ ચારેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.