aurangabad: ઔરંગાબાદમાં દેવર-ભાભી વચ્ચેના સંબંધોને શર્મસાર થયા છે. જી હા..હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુહાગરાત પહેલા દેવરોએ ભેગા થઈને ભાભી સાથે બળાત્કાર કર્યો. એવો આરોપ છે કે વચલા અને નાના દેવરે સાથે મળીને આ ગુનો કર્યો હતો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Bihar News: બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દેવર-ભાભીના સંબંધો શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. કન્યા અને વરરાજાની સુહાગરાત પણ ના થઈ અને હેવાન દેવરોએ ભેગા મળીને ભાભીની લાજ લૂંટી હતી. આ મામલો હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. પીડિતાના નિવેદન પર હસપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પીડિતાને તબીબી તપાસ માટે ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં લાવવામાં આવી છે. દેવરોએ પોતાની નવી નવેલી ભાભી સાથે બળાત્કાર જ નહીં, પરંતુ પોતાના મોટા ભાઈને નપુંસક પણ જણાવ્યો છે.
20 એપ્રિલના રોજ થયા હતા લગ્ન
માહિતી અનુસાર, નવપરિણીત મહિલા પટના જિલ્લાની રહેવાસી છે. તેના લગ્ન 20 એપ્રિલ, 2025 ના રોજ હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના યુવક સાથે થયા હતા. 21 એપ્રિલના રોજ વિદાય બાદદુલ્હન તેના સાસરિયાના ઘરે પહોંચી. પરિવારે સુહાગરાત માટે બેડને ફૂલોથી શણાગાર્યો હતો. પરંતુ થાકેલા હોવાને કારણે વરરાજાએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો. બીજા દિવસે પણ વરરાજાએ દુલ્હન સાથે એવું જ વર્તન કર્યું અને લગ્નની રાતનો બેડ એમનો તેમ જ રહ્યો હતો.
ત્રીજા દિવસે દુલ્હન સાથે થયો મોટો કાંડ
પીડિતાએ કહ્યું કે જ્યારે હું મારા રૂમમાં હતી, ત્યારે મારા મોટો દેવર નિકુ કુમાર રૂમમાં આવ્યા અને મારા પર જબરદસ્તી કરવા લાગ્યા. અવાજ સાંભળીને નાનો દેવર મનીષ કુમાર પણ ત્યાં પહોંચી ગયો. બંનેએ મળીને મારું માન-સન્માન લૂંટી લીધું. જ્યારે તે આનો વિરોધ કરી રહી હતી, ત્યારે તેના દેવરોએ તેને ટોણો માર્યો અને કહ્યું કે તેનો પતિ નપુંસક છે. આ પછી દેવરોએ ભાભીને ધમકી આપી. આ ઘટના પછી તે આઘાતમાં હતી. આ કારણે તેણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી ન હતી.
આ બાબતે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું શું કહેવું છે?
શનિવારે પીડિતાએ તેના માતા-પિતાને આ અંગે જાણ કરી અને હસપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. હસપુરા પોલીસ સ્ટેશનના વડા સરસ્વતી કુમારીએ આ કેસની પુષ્ટિ કરી અને કહ્યું કે પીડિતાના નિવેદનના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેણે તબીબી તપાસ માટે ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. હાલમાં આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે.