ઔરંગઝેબ વિવાદ પર સળગ્યું નાગપુર, પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ; 15ની ધરપકડ

Nagpur Mahal area violence: નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. અથડામણ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

ઔરંગઝેબ વિવાદ પર સળગ્યું નાગપુર, પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ; 15ની ધરપકડ

Nagpur Mahal area violence: મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઔરંગઝેબની કબરને લઈને વિવાદ શરૂ થયો, જે ટૂંક સમયમાં જ પથ્થરમારો અને આગચંપીમાં ફેરવાઈ ગયો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિંસામાં અનેક વાહનોને નુકસાન થયું છે. પોલીસ પ્રશાસને મોટી સંખ્યામાં દળો તૈનાત કર્યા છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જ્યારે પોલીસે પણ કાર્યવાહી કરી અને મોડી રાત્રે ઘણા અસામાજિક તત્વોની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અથડામણનું કારણ ગેરસમજ હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અર્ચિત ચંદકે જણાવ્યું કે, 'હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત છે, લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ અને અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં.'

— ANI (@ANI) March 17, 2025

બે જેસીબી અને અન્ય અનેક વાહનોમાં આગ લાગી
આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં DCP ચંદકના પગમાં પણ ઈજા થઈ હતી. તેમણે જણાવ્યું કે, ફાયર વિભાગને ફોન કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, બે જેસીબી અને અન્ય કેટલાક વાહનોમાં આગ લાગી હતી. આ દરમિયાન એક ફાયરમેન પણ ઘાયલ થયો હતો.

મુખ્યમંત્રી કાર્યાલયે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પોલીસ પરિસ્થિતિને સંભાળી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના લોકોને અફવાઓને અવગણવા અને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ કરવાની અપીલ કરી છે.

Tensions have broken out here following a dispute between two groups. pic.twitter.com/rRheKdpGh4

— ANI (@ANI) March 17, 2025

અફવાઓ પર વિશ્વાસ ન કરોઃ નીતિન ગડકરી
આ સાથે જ કેન્દ્રીય મંત્રી અને નાગપુરના સાંસદ નિતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'કેટલીક અફવાઓને કારણે નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ સર્જાઈ છે. નાગપુર શહેરમાં આવી બાબતોમાં શાંતિ જાળવવાનો ઈતિહાસ છે. હું મારા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવી રાખે. શેરીઓમાં બહાર ન નીકળો. કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપો. શાંતિ અને સૌહાર્દની પરંપરા જાળવી રાખો જેના માટે નાગપુર જાણીતું છે.'

— ANI_HindiNews (@AHindinews) March 17, 2025

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, 'હું તમને બધાને આશ્વાસન આપું છું કે જે લોકોએ ભૂલો કરી છે અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમની સામે સરકાર પગલાં લેશે. આ સ્થિતિ વિશે મુખ્યમંત્રીને પહેલેથી જ જાણ કરવામાં આવી છે, તેથી હું દરેકને વિનંતી કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપો. મહેરબાની કરીને પોલીસ પ્રશાસનને સહકાર આપો, પ્રેમ વધારો અને શહેરમાં હકારાત્મક વાતાવરણ જાળવો. આપ સૌને મારી આ નમ્ર વિનંતી છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news