અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારના વકીલને પ્રોફેસરે આપ્યો શ્રાપ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી વાત
અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષની પૈરવી કરી રહેલા વકીલ રાજીવ ધવને એક પ્રોફેસર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનાદર અરજી દાખલ કરી છે. હકીકતમાં એક 88 વર્ષના પ્રોફેસરે તેમને શ્રાપ આપ્યો હતો.
નવી દિલ્હી: અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષની પૈરવી કરી રહેલા વકીલ રાજીવ ધવને એક પ્રોફેસર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનાદર અરજી દાખલ કરી છે. હકીકતમાં એક 88 વર્ષના પ્રોફેસરે તેમને શ્રાપ આપ્યો હતો.
પત્ર લખીને આપ્યો શ્રાપ
ચેન્નાઈમાં રહેતા 88 વર્ષના પ્રોફેસર એન ષણમુગમે ધવનને 14 ઓગસ્ટના રોજ પત્ર લખીને કહ્યું હતું કે ફેબ્રુઆરી 1941થી લઈને અત્યાર સુધીમાં 50 લાખવાર ગાયત્રી મંત્રનો જાપ કરી ચૂક્યો છું. સપ્ટેમ્બર 1958થી લઈને અત્યાર સુધીમાં 27 હજારવાર ગીતાનો દસમો અધ્યાય વાંચ્યો છે. મારી આ જીભથી હું ભગવાનના કામમાં વિધ્ન નાખવા બદલ તમને શ્રાપ આપુ છું કે તમારી જીભ બોલવાનું બંધ કરી દે. તમારા પગ કામ કરવાનું બંધ કરી દે. તમારી આંખોની રોશની જતી રહે. તમારા કાન સાંભળવાનું બંધ કરી દે. ધવનનું કહેવું છે કે પ્રોફેસર ન્યાયના કામમાં વિધ્ન નાખી રહ્યાં છે.
વ્હોટ્સએપ પર આવ્યો છે મેસેજ
આ ઉપરાંત રાજસ્થાનના એક વ્યક્તિએ ધવન સાહેબને વ્હોટ્સએપ પર મેસેજ મોકલીને કહ્યું કે જ્યારે તમે મરશો તો રામ નામ સત્ય નહીં બોલાય.
જુઓ LIVE TV