અયોધ્યા : તીર્થ નગર અયોધ્યામાં (Ayodhya) શનિવારે દિપોત્સવ (Deepostav 2019) કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. આ સાથે જ અયોધ્યામાં અનોખો માહોલ સર્જાયો છે. અયોધ્યા દિપોત્સવ 2019માં આ વખતે વિશ્વ રેકોર્ડ રચાયો છે. અહીં 6 લાખથી વધુ દિવડા પ્રગટાવાયા છે અને અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડનું પ્રમાણપત્ર આપતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, 4 લાખ 10 હજાર દિવા સરયુ નદીના કિનારે અને બે લાઘ દિવા સમગ્ર અયોધ્યા શહેરમાં પ્રગટાવાયા હતા. આ દરમિયાન સરયુ કિનારે લેઝર શોના માધ્યમથી રામાયણનું ચિત્રણ રજુ કરાયું હતું. 


પુષ્પક વિમાનના પ્રતિક રૂપી હેલીકોપ્ટરથી સરયૂ ઘાટ પર ઉતર્યા બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય મંત્રી પ્રહલાદ પટેલે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સ્વરૂપને માળા અપર્ણ કરી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રામકથા પાર્કમાં મુખ્યમંત્રી આદિત્યનાથે ભગવાન રામના સ્વરૂપનો રાજ્યાભિષેક કર્યો હતો. 


આ પ્રસંગે રામકથા પાર્કમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે રૂ.226 કરોડનાં વિકાસકાર્યોની યોજનાઓનું બટન દબાવીને લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાન રામના રાજતિલકમાં આવેલા તમામ લોકોનો આભાર. ભારતની સાંસ્કૃતિક પરંપરાને વડાપ્રધાન મોદીએ દેશ-દુનિયામાં ફેલાવી છે. ભારત આજે દુનિયામાં વિશ્વશક્તિ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. હવે લોકો હર કી પૈડીની જેમ રામ કી પૈડીમાં પણ સ્નાન કરી શકશે.


અયોધ્યાના સરયૂ ઘાટ ખાતે અનોખો માહોલ સર્જાયો છે.અયોધ્યામાં 7 દેશોની રામલીલા લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી, જેને 3D ટેક્નીકની મદદથી તૈયાર કરવામાં આવી હતી. ગયા વર્ષે અહીં 3 લાખ દિવા પ્રગટાવાયા હતા.  


જુઓ LIVE TV