)
Ayodhya News: અયોધ્યા રામ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવક દ્વારા નમાઝ મઢવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં રામ મંદિર પરિસરમાં ધાર્મિક ગતિવિધિ કરતા એક યુવકને સમુદાયના કેટલાક લોકોએ ઝડપ્યો છે. મંદિર પરિસરમાં નમાઝ પઢનાર યુવક સમુદાય વિશેષનો હોવાનું સામે આવ્યો છે. ઝડપાયેલા યુવકે રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો છે.
અયોધ્યા રામ મંદિર પરિસરની પાસે નમાઝ પઢવાનો પ્રયાસ કરતા એક યુવકની પોલીસે અટલાયત કરી છે. પોલીસે રોકવા પર યુવકે સંપ્રદાય વિશેષના નારા લગાવવાના શરૂ કર્યાં હતા. યુવકની ઓળખ કાશ્મીરના શોપિંયાના રહેવાસી અહમદ શેખના રૂપમાં થઈ છે.
રોકવા પર કરી નારેબાજી
મંદિર પરિવરમાં હાજર લોકોએ જણાવ્યું કે સુરક્ષાકર્મીઓ દ્વારા રોકવા યુવકે કથિત રીતે નારા લગાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ તેની અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં ગુપ્તચર એજન્સીઓ, સ્થાનીક પોલીસ સક્રિય થઈ ગઈ છે. તો યુવકે આ કેમ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.
મંદિર પરિસરમાં નમાઝ પઢવાની ઘટના
જાણકારી પ્રમાણે અહમદ શેખ મંદિરના ગેટ ડી વનથી અંદર પ્રવેશ્યો હતો. રામ મંદિરના દક્ષિણી પરકોટે પર યુવક નમાઝ પઢી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોની નજર તેના પર પડી હતી. આ દરમિયાન તેને જોઈ સુરક્ષાકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો. બબાલ થવા પર સુરક્ષાદળોએ યુવકની અટકાયત કરી છે. હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ કરી રહી છે પૂછપરછ
મંદિર પરિસરમાં નમાઝ પઢવાની ઘટના બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં કાશ્મીરી શાલ વેચનાર લોકોની પણ પોલીસે અટકાયત કરી છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના આજે સવારની હોવાનું સામે આવ્યું છે. હજુ આ મામલે રામ મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.