શું તમે ક્યારે આયુર્વેદિક ઇંડા ખાધા છે? હૈદરાબાદમાં થયુ નવુ સંશોધન

હર્ષવર્ધન રેડ્ડી પોતાની મરઘીઓને માત્ર આમળા હળદર જેવા 40 આયુર્વેદિક તત્વો જ ખવડાવે છે

Updated By: Mar 5, 2018, 02:13 PM IST
શું તમે ક્યારે આયુર્વેદિક ઇંડા ખાધા છે? હૈદરાબાદમાં થયુ નવુ સંશોધન

હૈદરાબાદ : અમેરિકામાં એમબીએ કરી ચુકેલ ચિન્નમ હર્ષવર્ધન રેડ્ડીએ આયુર્વેદિક ઇંડા વિકસાવ્યા હોવાનો દાવો કર્યો છે. મુળ હૈદરાબાદી અને અમેરિકાની યુનિવર્સિટીમાં એમબીએ કરી ચુકેલા હર્ષવર્ધે પોતાનાં જ ગામમાં સૌભાગ્ય નામથી પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ ચાલુ કર્યો છે. રેવુલ્ગપાડા ગામમાં ચાલુ કરેલ સૌભાગ્ય ગ્રુપનાં ઇંડાની માંગ હાલ સમગ્ર હૈદરાબાદમાં જોવા મળી રહી છે. સૌભાગ્ય ગ્રુપ દ્વારા સમગ્ર તેલંગાણા અને હૈદરાબાદ અને આંધ્રપ્રદેશમાં આ ઇંડા પહોંચાડવામાં આવે છે.

રેડ્ડીનાં દાવા અનુસાર તેણે આશરે 6 વર્ષ સુધી મરઘી અને ઇંડાનાં વિષય પર સંશોધન કર્યું હતું. છ વર્ષનાં વિવિધ સંશોધનો બાદ આયુર્વેદિક ઇંડા વિકસાવવામાં સફળતા મળી હતી. આયુર્વેદિક ઇંડા આપતી મરઘીને રેડ્ડીનાં ફાર્મમાં આયુર્વેદિક તત્વો જેવા કે હળદર, લસણ, આદુ, તુલસી, આમળા, મકાઇ, સોયા અને અન્ય 40 વિવિધિ આયુર્વેદિક તત્વોનું મિક્ષચર ખવડાવવામાં આવતું હતું.

હાલ સૌભાગ્ય ગ્રુપ દ્વારા બે પ્રકારનાં ઇંડા વેચાઇ રહ્યા છે. એક દેશી મરઘીનું ઇંડુ જે 21.50 રૂપિયા જ્યારે આયુરપ્લસ ઇંડાની કિંમત 12.50 પ્રતિ નંગ રાખવામાં આવી છે. જ્યારે ચીકનની કિંમત 480 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે. હાલમાં સૌભાગ્ય ગ્રુપની પાસે કુલ 35 હજાર  મરઘીઓ છે. જે પૈકી 25થી 26 હજાર ઇંડાનું ઉત્પાદન થાય છે.