ઢળતી ઉંમરે કામમાં આવશે આ સરકારી યોજના, એક પણ રૂપિયા વગર થઈ જશે સારવાર

Ayushman Vay Vandana Card : જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ અથવા સિનિયર સિટીઝન છે તો આ સરકારી યોજનાનો લાભ લેવા જેવો છે... કેવી રીતે સહાય મેળવવી અને કાર્ડ કેવી રીતે કઢાવવું તે અંગેની આ રહી માહિતી

ઢળતી ઉંમરે કામમાં આવશે આ સરકારી યોજના, એક પણ રૂપિયા વગર થઈ જશે સારવાર

Sarkari Yojna : સંસદની એક સ્થાયી સમિતિએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાની પહેલની પ્રશંસા કરી છે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વય જૂથમાં આયુષ્માન વાય વંદના કાર્ડ માટે વય માપદંડને 60 વર્ષ સુધી કરવું જોઈએ. આરોગ્ય મંત્રાલયના વિવિધ વિભાગો અંગે સમિતિના અહેવાલમાં અનેક ભલામણો કરવામાં આવી છે.

60 વર્ષનું માપદંડ હોવું જોઈએ
સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે આયુષ્માન યોજનાના વ્યાપને વિસ્તૃત કરવા માટે આયુષ્માન વય વંદના કાર્ડ માટે વય માપદંડમાં ફેરફાર કરવો જોઈએ. આયુષ્માન વાય વંદના કાર્ડ માટે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના માપદંડ 60 વર્ષ કરવા જોઈએ. સમિતિએ કહ્યું કે, ભલે તેમની સામાજિક-આર્થિક સ્થિતિ કંઈ પણ હોય. ભારતની 40% થી વધુ વસ્તી આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.

5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો
હકીકતમાં, AB-PMJAY ભારતની વસ્તીના આર્થિક રીતે નબળા 40 ટકા પરિવારોમાંથી આવતા 12.37 કરોડ પરિવારો સહિત લગભગ 55 કરોડ લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, દર વર્ષે પ્રતિ પરિવાર રૂ. 5 લાખનું આરોગ્ય વીમા કવર પૂરું પાડે છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે 29 ઓક્ટોબરના રોજ AB-PMJAYનો વિસ્તાર કર્યો હતો જેથી 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર લાભ મળી શકે.

ગમે તેટલી આવક હોય, 70+ને મળશે પાંચ લાખની સારવાર
70 કે તેનાથી વધુ ઉંમરના લોકોને રૂ. 5 લાખ સુધીની સારવાર આયુષ્માનમાં રજિસ્ટર્ડ કોઈપણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળશે. તેનો ફાયદો દરેક વર્ગ અને આવકના સિનીયર સિટીઝન લઈ શકે છે. પહેલાથી પરિવારનું આયુષ્માન કાર્ડ હોય તો પણ 70 પ્લસ રૂ.ડ લાખનું વધારાનું કવર મળશે. જોકે કેટલાક કિસ્સામાં 10 લાખ સુધીની સારવાર પણ મળી શકે છે. આ યોજનામાં મેડિક્લેમ પોલિસીની જેમ સમગ્ર સારવાર કેશલેસ થશે.

કાર્ડ અંગે મહત્વની માહિતી
જો તમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન છે તો આ કાર્ડ અવશ્ય બનાવી લેજો. આ કાર્ડ ઓનલાઈન પણ બની શકે છે. તેના માટે આયુષ્યમાન એપ ડાઉનલોડ કરીને અથવા  www. beneficiary.nha.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. અથવા જનસેવા કેન્દ્ર ખાતે પણ બનાવી શકાય છે.. આરોગ્ય યોજના ફોર સિનિયર સિટીઝન વિકલ્પ પસંદ કરો. અહીં કાર્ડ બનાવવાની બધી પ્રક્રિયા ઉપલબ્ધ છે. 

આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 14555 પર અથવા 1800110770 નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. મહત્વની વાત એ છે કે, માત્ર આધાર કાર્ડની મદદથી આ કાર્ડ બની જશે.  

આ રીતે ચેક કરો હોસ્પિટલોનું લિસ્ટ
આ યોજના અંતર્ગત આવતી હોસ્પિટલોનું લિસ્ટ પણ તમને મળી રહેશે. તેના માટે https://pmjay.gov.in પર જાઓ. PMJAY for 70+ પર ક્લિક કરો. તેમાં તમને list of Empanelled Hospital પર ક્લિક કરવાનુ રહેશે. અહીથી તમે બીજી સાઈટ પર જઈ શકશો. જ્યાં તમારે કેટલીક માહિતી ભરવાથી હોસ્પિટલનું લિસ્ટ મળી જશે. Pin Code, Peru Facility Name/Advance Search માહિતી અપડેટ કરવાની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news