બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર

કાશ્મીર (Kashmir)માં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાન (Pakistan)માં જ લઘુમતીઓના અધિકારને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે જાતે તેનો ખુલાસો કર્યો છે

બલદેવ કુમારને રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકાર: સૂત્ર

નવી દિલ્હી: બલદેવ કુમારને ભારત સરકાર રાજકીય શરણ આપવા પર વિચાર કરી રહી છે ભારત સરકારના સૂત્રોના અહેવાલ અનુસાર જાણકારી મળી છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને ભારતમાં શરણ માગ છે. તેઓ આ સમયે તેમના પરિવાર સાથે પંજાબના ખન્ના આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર (Kashmir)માં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાન (Pakistan)માં જ લઘુમતીઓના અધિકારને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે જાતે તેનો ખુલાસો કર્યો છે. 43 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હવે તેમના પરિવાર સાથે પાકિસ્તાન પરત ફરવા માગતા નથી. તેમનું કહેવું છે કે, કે પાકિસ્તાનમાં હિન્દુ-શીખ સલામત નથી.

બલદેવ બાદ તેમની પત્ની અને પુત્રીએ પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ધર્માતરણને લઇને લઘુમતીઓ પર ખુબ જ દબાણ બનાવી રહ્યાં છે. જો કે, હેવ અમે પાકિસ્તાન પરત જવા માગતા નથી.

બલદેવની પત્ની ભાવનાએ કહ્યું કે, હં પાકિસ્તાન પરત જવ માગતી નથી. અમે અહી જ રહેવા ઇચ્છીએ છે. તો બીજી તરફ બલદેવની પુત્રી રિયાએ પણ કહ્યું કે, અમને બાધા મુસ્લિમ બનાવ માટે દબાણ કરે છે. અમે અહી રહેવા માગીએ છે. અમને અહીં સારુ લાગે છે.

બલદેવ પખ્તૂનખ્વાની બારીકોટ બેઠકથી ધારાસભ્ય રહ્યા છે. 43 વર્ષીય પૂર્વ ધારસભ્ય હવે તેમના પરિવાર સાથે પાકિસ્તાન પરત ફરવા માગતા નથી. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં હિન્દુ-શીખ સલામત નથી. ત્યાં તેમના પર અત્યાચાર થઇ રહ્યાં છે. તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે. તેમનું આ પણ કહેવું છે કે, ઇમરાનના પીએમ બન્યા બાદ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news