જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષાદળોએ ઠાર માર્યો આતંકી, એન્કાઉન્ટરમાં SPO પણ શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. માર્યા ગયેલા આંતકીની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારુગોળો મળ્યો છે

Updated By: Aug 21, 2019, 08:30 AM IST
જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષાદળોએ ઠાર માર્યો આતંકી, એન્કાઉન્ટરમાં SPO પણ શહીદ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. માર્યા ગયેલા આંતકીની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારુગોળો મળ્યો છે. આ અન્કાઉન્ટરમાં જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ (સ્પેશિયલ પોલીસ ઓફિસર) બિલાલના શહીદ થયાના પણ સમાચાર છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ એન્કાઉન્ટર મંગળવાર રાતથી ચાલી રહ્યું હતું. હવે આ એન્કાઉન્ટર પુરુ થઇ ગયુ છે. છુપાયેલા આતંકી સતત ફાયરિંગ કરી રહ્યાં હતા.

તમને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 0 37૦ ના હટાવ્યા બાદથી પાકિસ્તાન વેલીમાં ભય ફેલાવવાનું કાવતરું ઘડવામાં લાગ્યું છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...