Viral Video: સુહાગરાત પહેલા જ બેકાબૂ થઈ ગયા દુલ્હેરાજા, આવું કરાય સ્ટેજ પર? દુલ્હન શરમથી લાલચોળ થઈ
રીલના ચક્કરમાં આજકાલ લગ્ન જેવા પવિત્ર સમારંભોમાં પણ દુલ્હા દુલ્હન હદો પાર કરતા હોય તેવા વીડિયો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.
Trending Photos
હાલ દેશમાં લગ્નની સીઝન ચાલુ છે. આવામાં સોશિયલ મીડિયા પર અનક એવા લગ્ન સમારંભોના વીડિયો વાયરલ થતા હોય છે, દુલ્હા-દુલ્હનના વીડિયો સામે આવે છે. જેમાંથી કેટલાક તમને હસાવે તો કેટલાક આશ્ચર્યચકિત પણ કરી નાખે. ભારત જેવા દેશમાં લગ્ન એક પવિત્ર બંધન મનાય છે. લગ્ન માટે લોકો ખુબ તૈયારીઓ પણ કરે છે. પરંતુ સોશિયલ મીડિયાએ જાણે આખું વાતાવરણ બદલીને મૂકી દીધુ છે. રીલ્સના ચક્કરમાં ક્યારેક લોકો હદો પાર કરી નાખે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ નવાઈ પામશો.
વાયરલ વીડિયો એક લગ્ન મંડપનો છે. લગ્નના સ્ટેજ પર દુલ્હા દુલ્હન એક બીજાને વરમાળા પહેરાવે છે. આ દરમિયાન એક ઘટના ઘટે છે. આ ઘટનાને કારણે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હને દુલ્હેરાજાને વરમાળા પહેલેથી પહેરાવેલી છે. દુલ્હેરાજા દુલ્હનને વરમાળા પહેરાવવા જાય છે. પરંતુ અહીં વીડિયોમાં ટ્વિસ્ટ આવે છે.
Thoda sabar kar leta bhai, raat ko to milta hi 🥲 pic.twitter.com/0TupVsSHgt
— Kiara (@Kiaraz) March 16, 2025
દુલ્હેરાજાએ કરી આવી ડિમાન્ડ
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા દુલ્હનને વરમાળા પહેરાવતા પહેલા કાનમાં કઈક કહે છે. હકીકતમાં કાનમાં તે સ્ટેજ પર જ દુલ્હન પાસે કિસની ડિમાન્ડ કરી નાખે છે. દુલ્હન માથું હલાવીને ના પાડે છે. પરંતુ દુલ્હેરાજા માનતા નથી અને તે જીદ પર અડી જાય છે. ત્યારબાદ દુલ્હન પાસે કોઈ વિકલ્પ બચતો નથી. દુલ્હન માની જાય છે. અને દુલ્હેરાજાને બધાની સામે કિસ કરી લે છે. કિસ કર્યા બાદ દુલ્હન શરમાઈ જાય છે.
આ વીડિયો એક્સ પ્લેટફોર્મ પર કિયારા નામના હેન્ડલે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમા લખ્યું છે કે થોડી રાહ જોઈ લીધો હોત ભાઈ, રાતે તો મળવાનું જ હતું. આ વીડિયો અત્યાર સુધીમાં 64 લાખ લોકોએ જોયો છે. વીડિયો પર લોકો ભાત ભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, તેના સમય અને માહિતી વિશે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે