પીએમ મોદી, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી અને ઈન્દિરા ગાંધી...કોણ શ્રેષ્ઠ પીએમ? સર્વેમાં જાણો લોકોનો અભિપ્રાય
Who Better PM In India: આ સર્વેમાં ભાગ લેનારા કુલ લોકોમાંથી 47 ટકાએ નરેન્દ્ર મોદીને સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી કહ્યાં છે. જાણો ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહના નામ પર લોકોએ શું પ્રતિક્રિયા આપી?
નવી દિલ્હીઃ Best PM In India: ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી દેશના 15માં પ્રધાનમંત્રી છે. મોદી પહેલા આ પદ પર 14 રાજનેતા રહી ચુક્યા છે. પંડિત જવાહરલાલ નેહરૂ આ પદ પર પહેલા અને સૌથી વધુ સમય સુધી રહેલા પ્રધાનમંત્રી (Prime Ministers of India) હતા. તો તેમના પુત્રી ઈન્દિરા ગાંધી અને પછી અટલ બિહારી વાજપેયી આ પદ પર સૌથી વધુ વખત ચુંટાયા હતા.
2014થી મોદી પ્રધાનમંત્રી છે, જેમની આગેવાનીમાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણી લડી અને પાછલી વખત કરતા વધુ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી હતી. આગામી 2024ની ચૂંટણી પણ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લડાશે. 2024ની ચૂંટણીમાં હવે માત્ર એક વર્ષ જેટલો સમય બાકી છે. તેવામાં તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગૂ છે, ખાસ કરીને ભાજપ મિશન મોડમાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી પદ પર રહી ચુકેલા ચહેરાઓને લઈને ઈન્ડિયા ટુડે સી વોટરે એક સર્વે કર્યો છે, જેમાં લોકો પાસે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કોણ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી રહ્યાં.
આ પણ વાંચોઃ ભાજપનું મિશન દક્ષિણ ભારત, અહીંથી ચૂંટણી લડી શકે પીએમ મોદી, ત્રણ સીટની ચર્ચા શરૂ
સર્વેમાં 47 ટલા લોકોએ પીએમ મોદીને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી કહ્યા
આ સર્વેમાં નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહના નામ પર લોકો પાસે જવાબ માંગવામાં આવ્યા. ત્યારબાદ સર્વે એજન્સીએ તેનું પરિણામ જાહેર કર્યું. જે પરિણામ આવ્યું તે ચોંકાવનારૂ છે. સર્વે એજન્સીનો દાવો છે કે તેમના સવાલનો હજારો લોકોએ જવાબ આપ્યો અને તેમાંથી 47 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી માન્યા છે. ત્યારબાદ 16 ટકાએ અટલ બિહારી વાજપેયીને સારા પ્રધાનમંત્રી ગણાવ્યા છે.
ઈન્દિરા ગાંધીને 12 ટલા લોકોએ ગણાવ્યા શ્રેષ્ઠ પ્રધાનમંત્રી
ઈન્ડિયા ટુડે સી વોટર સર્વે પ્રમાણે કોંગ્રેસના દિવંગત નેતા ઈન્દિરા ગાંધીને 12 ટકા લોકોએ શ્રેષ્ઠ પ્રધાનમંત્રી માન્યા છે. તો મોદી પહેલા પ્રધાનમંત્રી રહેલા ડો. મનમોહન સિંહને માત્ર 8 ટકા લોકોએ શ્રેષ્ઠ પ્રધાનમંત્રી સ્વીકાર્યા છે. નોંધનીય છે કે બિન-કોંગ્રેસી પક્ષોમાંથી માત્ર અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી આટલા લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદે રહ્યાં છે. જો નરેન્દ્ર મોદી 2024માં પણ પ્રધાનમંત્રી બને છે તો તે ઈન્દિરા ગાંધીની બરોબરી કરી લેશે.
આ પણ વાંચોઃ જો દેશમાં આજે લોકસભા ચૂંટણી થાય તો, કોણ બનાવશે સરકાર NDA કે UPA? જુઓ સર્વે
દેશમાં પ્રધાનમંત્રી પદ પર સૌથી ઓછા સમય સુધી રહેનારા નેતાનું નામ લેવામાં આવે તો તે ગુલજારી લાલ નંદા છે. નંદા ભારતના પહેલા કાર્યવાહક પ્રધાનમંત્રી પણ હતા અને 13 દિવસ સુધી આ પદ પર રહ્યાં હતા.
દેશમાં અત્યાર સુધી રહ્યાં 15 પ્રધાનમંત્રી
ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા અનુસાર પ્રધાનમંત્રી લોકસભા (નિચલા ગૃહ) માં બહુમત પ્રાપ્ત દળના નેતા હોય છે. આપણા પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ હતા. આઝાદી મળવાના વર્ષ 1947થી લઈને અત્યાર સુધી દેશે 15 પ્રધાનમંત્રી જોયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube