નવી દિલ્હીઃ Bharat Gaurav: ભારતીય રેલવે સતત નવા-નવા ફેરફાર કરી રહી છે, જેનાથી દેશની જનતાને સારી યાત્રાનો ફાયદો મળી શકે. આ કડીમાં આજે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. રેલ મંત્રીએ કહ્યુ કે, યાત્રી, માલ વાહક ખંડ બાદ રેલવે પ્રવાસન માટે ટ્રેનોનો ત્રીજો ખંડ 'ભારત ગૌરવ' ટ્રેન શરૂ કરશે. રેલ મંત્રીએ આજે તેની જાણકારી એક પત્રકાર પરિષદમાં આપી છે. તેમણે ઈન્ડિયન રેલવેના પેસેન્જર અને ફ્રેટ વર્ટિકલ બાદ ટૂરિઝ્મ સેગમેન્ટની જાહેરાત કરી છે અને તે માટે લગભગ 190 ટ્રેન ફાળવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સંસ્કૃતિ-વારસાને દર્શાવનારી થીમ પર બેસ્ડ
ભારત ગૌરવ ટ્રેન ભારતની સંસ્કૃતિ, વારસાને પ્રદર્શિત કરનારી થીમ પર આધારિત હશે. ભારત ગૌરવ ટ્રેનનું સંચાલન ખાનગી ક્ષેત્ર અને આઈઆરસીટીસી બંને દ્વારા કરવામાં આવી શકે છે અને ટૂર ઓપરેટર દ્વારા આ ટ્રેનોનું ભાડુ નક્કી કરવામાં આવશે. 


પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકારે બનાવ્યો નવો પ્લાન, જલદી ગ્રાહકોને મળી શકે છે રાહત


સંપૂર્ણ રીતે નવું સેગમેન્ટ
અશ્વિની વૈશ્ણવે કહ્યુ કે, તમે તેને રેગ્યુલર ટ્રેન સર્વિસની જેમ ન જુઓ અને આ સામાન્ય ટ્રેન સર્વિસ નથી. ભારત ગૌરવ ટ્રેનોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે અને તેના ઘણા પ્રકારના પાસા છે. 


સુધારણા માટે હંમેશા અવકાશ હોય છે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે આ માટે અભ્યાસ કર્યો છે અને જ્યારે આપણે સંસ્કૃતિના કોઈપણ પાસાની વાત કરીએ છીએ તો તેના માટે ઘણી સંવેદનશીલ બાબતો હોય છે. આપણે આ પ્રયાસના ભાગરૂપે અન્ય વસ્તુઓની ડિઝાઈનિંગ, ખાવા-પીવાની અને ડ્રેસિંગ પર ધ્યાન આપીને ચોક્કસપણે તેમને અપનાવવા પડશે. આ પ્રક્રિયામાં આપણે શીખવાનું છે અને આગળ વધવાનું છે અને આ પ્રક્રિયામાં કોઈ પરિમાણ પથ્થર નથી અને જરૂર પડ્યે હંમેશા સુધારાને અવકાશ રહેશે, જેથી અમે મુસાફરોને વધુને વધુ સુવિધાઓ આપી શકીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube