Bhavishya Malika Predictions: ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળી ભારત પર કરશે હુમલો, પાકિસ્તાનના થશે 4 ટુકડા

બાબા વેંગા, નાસ્ત્રેદમસ સહિત અને ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. એ જ રીતે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓ પણ એટલી જ વાયરલ થાય છે. આ ભવિષ્યવાણીઓમાં ભારત અને પાકિસ્તાન વિશે શું કહ્યું છે તે ખાસ જાણો. 

Bhavishya Malika Predictions: ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળી ભારત પર કરશે હુમલો, પાકિસ્તાનના થશે 4 ટુકડા

Bhavishya Malika prediction on indo pak: એવું કહેવાય છે કે સંત અચ્યુતાનંદ દાસે પોતાની યોગ શક્તિના દમ પર ભવિષ્ય મલિકા લખી હતી. એમ પણ કહેવાય છે કે માલિકા નામથી 21 લાખ પુસ્તકો છે. આ ગ્રંથ ઓડિશામાં જગન્નાથ પુરીના મઠો, મંદિરો, અને મહંતો પાસે અલગ અલગ રાખેલા છે. પરંતુ અચ્યુતાનંદ દાસે 318 પુસ્તકો  ભવિષ્યના વિષય પર લખી છે. આ પુસ્તકોને અચ્યુતાનંદ માલિકાના નામથી ઓળખવામાં આવે છે. ભવિષ્ય મલિકા મુજબ ધરતી 3 તબક્કામાંથી પસાર થઈ રહી છે. પહેલા કળયુગનો અંત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજા તબક્કામાં એક નવો યુગ આવશે. 

1. ભવિષ્યમલિકા મુજબ 13 દિવસના પક્ષ જ્યારે 29 માર્ચ 2025માં શનિ મીન યોગમાં પડશે ત્યારે આ સમય એક વિભીષિકા સમાન હશે. શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાશે. અઢી વર્ષ સુધી અરાજકતા રહેશે. 29 માર્ચ 2025થી 23 ફેબ્રુઆરી 2028 સુધી શનિ માર્ગી અને વક્રી થઈને મીન રાશિમાં રહેશે. ત્યારે જનતા ત્રાહિમામ થશે. પછી 23 ફેબ્રુઆરી 2028થી 17 એપ્રિલ 2030 સુધી શનિ મેષ રાશિમાં રહેશે. આ દરમિયાન મહાવિનાશનો દોર ખતમ થશે અને એક નવા યુગની શરૂઆત થશે. અત્રે જણાવવાનું કે શનિએ માર્ચ મહિનાની 29 તારીખે મીન રાશિમાં ગોચર કરી લીધુ છે. 

2. શનિ મીન યોગમાં એક સંતના હાથમાં દેશની બાગડોર હશે જે અપરણિત હશે. તેઓ સંપૂર્ણ ક્ષત્રપ હશે. તેમનામાં વિશ્વનું નેતૃત્વ કરવાની અદભૂત ક્ષમતા હશે અને તેઓ ધર્મના સહારે શાંતિ સ્થાપિત કરી શકશે. 

3. જ્યારે ગગન ગાદી પર હશે ત્યારે ઓડિશાના દિવ્ય સિંહ રાજા ગાદી પર હશે ત્યારે ભારત પર આક્રમણ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઓડિશાના રાજા દિવ્ય સિંહ ગજપતિ ગાદી પર બિરાજમાન છે અને ગગન નામનો સેવક પણ જગન્નાથ મંદિરની ગાદી પર બિરાજમાન છે. 

4. ભવિષ્ય માલિકા સહિત અનેક ભવિષ્યવાણીઓ મુજબ પાકિસ્તાનના પહેલા તો ટૂકડા થશે અને પછી તેનું નામોનિશાન મટી જશે. પાકિસ્તાન સાથે મળીને લડનારી શક્તિઓ નબળી અને દયનીય થશે. 

5. ત્રીજુ વિશ્વયુદ્ધ 6 વર્ષ 6 માસ સુધી ચાલશે. ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળીને ભારત પર હુમલો કરશે. છેલ્લા 13 માસ ભારત યુદ્ધમાં સામેલ થશે અને તે ભારતની લડાઈ હશે. ભારતનો તેમાં વિજય થશે. ભારત સદા માટે પોતાના દુશ્મનોને ખતમ કરશે અને વિશ્વ ગુરુ પણ  બનશે. 

6. ભારતના અંતિમ રાજા એક શક્તિશાળી હિન્દુ હશે જે યોગી પુરુષ હશે અને જેને કોઈ સંતાન નહીં હોય. તેમનામાં વિશ્વનું નેતૃત્વ કરવાની અદભૂત ક્ષમતા હશે અને તેઓ ધર્મના સહારે શાંતિ સ્થાપિત કરી શકશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, વિવિધ સ્ત્રોતથી ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news