લગ્ન માટેના માપદંડમાં થયો મોટો ફેરફાર, હવે લગ્ન માટે કુંડળીની સાથે મેળવાઈ છે CIBIL સ્કોર!

CIBIL Score and Marriage: છત્તીસગઢમાં હવે લગ્નનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલા છોકરાની શરતો એવી હતી કે, તે સરકારી નોકર હોવો જોઈએ, સારો પગાર મેળવવો જોઈએ, ઉંચો, ગોરો, મૈત્રીપૂર્ણ હોવો જોઈએ અને કોણ જાણે બીજું શું. હવે તેને સિવિલ CIBILમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે.

લગ્ન માટેના માપદંડમાં થયો મોટો ફેરફાર, હવે લગ્ન માટે કુંડળીની સાથે મેળવાઈ છે CIBIL સ્કોર!

CIBIL Score and Marriage: જો તમારું બેન્ક બેલેન્સ સારું છે તો જ તમે વરરાજા બની શકશો? એટલે ગરીબ માણસ બિચારો લગ્ન પણ નહીં કરી શકે. સાંભળીને ચોંકી ગયા ને, પરંતુ આ હકીકત છે. જો તમારો સિબિલ સ્કોર સારો નહીં હોય તો તમારા લગ્ન થવા પણ મુશ્કેલ બની જશે. કેમ કે બેન્કની સાથે-સાથે હવે છોકરીના ઘરના લોકો સિબિલ સ્કોર પર ધ્યાન રાખે છે. પહેલાં લગ્ન માટે કુંડળી મેળવવામાં આવતી હતી. પરંતુ હવે સિબિલ સ્કોર મેળવવામાં આવે છે. ચાલો જાણીએ શું છે આ સિબિલ સ્કોર?

લગ્ન કરવા છે તો બેન્ક બેલેન્સ રાખવું પડશે
જો તમે લગ્ન કરવા માંગો તો માત્ર બેંક બેલેન્સ, પોતાનું મકાન અને પોતાની ગાડી હોવી જરૂરી નથી. આ તમામ વસ્તુઓ તમારી પાસે હોય એટલે તમને એમ લાગે કે લગ્ન કરવામાં હવે કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ એવું બિલકુલ નથી. કેમ કે હવે સમય બદલાઈ ગયો છે. તેની સાથે સાથે લગ્ન માટેના માપદંડોમાં પણ મોટો ફેરફાર થયો છે.

પહેલાં દીકરીઓના લગ્ન કોઈ યજ્ઞથી ઓછા માનવામાં આવતા નહોતા. દરેક માતા-પિતા એમ ઈચ્છતા કે તેમની દીકરીને પિયર જેવો જ પ્રેમ અને પોતાનાપણું સાસરિયામાં પણ મળે. જેના કારણે માતા-પિતા દીકરી માટે સારો છોકરો જ નહીં પરંતુ તેનું ખાનદાન કેવું છે તે પણ જોતા હતા. જો કે, હવે તેમાં એક નવી વાત જોડાઈ ગઈ છે. તેનું નામ છે CIBIL સ્કોર.

લગ્ન કરવા છે તો બેન્ક બેલેન્સ રાખવું પડશે
સાંભળીને ચોંકી ગયા ને, પરંતુ આ હકીકત છે. કેમ કે પહેલાં લગ્ન માટે છોકરા અને છોકરીની કુંડળી મેળવવામાં આવતી હતી. પરંતુ હવે તેનું સ્થાન સિબિલ સ્કોરે લઈ લીધું છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સિબિલ સ્કોર કેમ પરિવારના લોકો જાણવા માગે છે? તો તે પણ જાણી લો.

હવે લગ્ન પહેલા પરિવાર સિબિલ સ્કોરથી છોકરાની આર્થિક સ્થિતિ કેવી છે? તે પોતાના પગારમાંથી કેટલી EMI ભરે છે? તેના પર કોઈ મોટું દેવું કે લેણું તો નથી. આ તમામ બાબતો સિબિલ સ્કોરની મદદથી જાણી શકાય છે. 

રાયપુરમાં CIBIL સ્કોરથી લગ્ન થયા
હવે તમારા મનમાં એમ થતું હશે કે સિબિલ સ્કોર ઓછો હોય કે વધારે હોય તો શું ફેર પડે? તો તેના માટે તમારા આ 2 કેસ ચોક્કસ જાણવા જરૂરી છે. નવા રાયપુર નિવાસી આનંદિતાના લગ્ન ભૂવનેશ્વરના વિકાસ સાથે નક્કી થયા. વિકાસ એક MNCમાં કામ કરે છે. આનંદિતાએ વિકાસ પાસે તેનો સિબિલ સ્કોર માગ્યો. વિકાસનો સિબિલ સ્કોર 750 હતો. સારો CIBIL જોઈને આનંદિતાએ લગ્ન માટે હા કરી દીધી. જો કે, વિકાસે પણ આનંદિતાનો CIBIL સ્કોર ચેક કર્યો હતો.

મહારાષ્ટ્રમાં CIBIL સ્કોરથી લગ્ન તૂટ્યા
આવી જ રીતે મહારાષ્ટ્રના મૂર્તિજાપુરમાં 2 પરિવારની વચ્ચે લગ્નની ચર્ચા ચાલુ હતી. છોકરો અને છોકરી બન્ને એકબીજાને પસંદ કરી ચૂક્યા હતા. લગ્નની તારીખ પણ નક્કી થવાની તૈયારી હતી. આ સમયે છોકરીના મામાએ છોકરાનો સિબિલ સ્કોર જોવાની માગણી કરી. છોકરાનો સિબિલ સ્કોર ચેક કર્યો તો બધા હેરાન રહી ગયા. છોકરાએ અનેક બેન્કમાંથી લોન લીધી હતી. તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે આ લગ્ન થતાં-થતાં તૂટી ગયા હતા.

લગ્ન માટેના માપદંડમાં થયો મોટો ફેરફાર
લગ્ન માટે હવે સિબિલ સ્કોરની આટલી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે આ અંગે અમે કેટલાંક લોકો સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાજકોટના લોકોએ તો સિબિલ સ્કોરની સાથે-સાથે પહેલાંના માપદંડોને પણ ધ્યાનમાં લેવાની વાત કરી છે. 

ત્યારે કેટલો સિબિલ સ્કોર લગ્ન માટે સારો માનવામાં આવે છે?
સિબિલ સ્કોરની ગણતરી 300થી લઈને 900 સુધી થાય છે.
સિબિલ સ્કોર જેટલો સારો હશે તેટલો તે સમૃદ્ધ હશે તેમ મનાય છે.
જો કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર 550થી નીચે હશે તો તેના લગ્નમાં મુશ્કેલી આવી શકે છે.
જો કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર 600ને પાર હશે તો લગ્ન માટે સારો મનાય છે.

પહેલાંના સમયમાં લગ્ન માટે પરિવાર જોવામાં આવતો હતો. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. જેમાં આર્થિક સ્થિરતા અને સિબિલ સ્કોર મહત્વના બની ગયા છે. એટલે રાયપુર અને મહારાષ્ટ્રની ઘટનાથી સમાજને એ સંદેશ મળે છે કે નાણાંકીય જવાબદારી માત્ર બેન્કિંગ માટે જ નહીં પરંતુ સામાજિક જીવનમાં પણ અત્યંત મહત્વની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news