ટાટા ટ્રસ્ટમાં મોટો ફેરફાર, નોએલ ટાટાએ આ બે વ્યક્તિને ટ્રસ્ટી તરીકે કર્યા નિયુક્ત

Tata Trusts Board: ટાટા ટ્રસ્ટ્સે આજે, 11 નવેમ્બરના રોજ, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ બે વ્યક્તિઓને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT)ના બોર્ડમાં સામેલ કર્યા છે.
 

ટાટા ટ્રસ્ટમાં મોટો ફેરફાર, નોએલ ટાટાએ આ બે વ્યક્તિને ટ્રસ્ટી તરીકે કર્યા નિયુક્ત

Tata Trusts Board: ટાટા ગ્રુપમાં એક નવી પેઢીનો પ્રવેશ થયો છે. ટાટા ટ્રસ્ટ્સે આજે, 11 નવેમ્બરના રોજ, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા અને ભાસ્કર ભટ્ટને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT)ના બોર્ડમાં સામેલ કર્યા છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં, બોર્ડે વેણુ શ્રીનિવાસનનો કાર્યકાળ આજીવન કાર્યકાળથી વધારીને ત્રણ વર્ષ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારના નવા નિયમને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારની સીધી અસર ટાટા ટ્રસ્ટ્સ અને તેના લાંબા ગાળાના શાસન માળખા પર પડશે.

ટાટા ટ્રસ્ટ્સ બોર્ડ મીટિંગમાં લેવાયો નિર્ણય

Add Zee News as a Preferred Source

ખાનગી પોર્ટલ અનુસાર આ નિર્ણય મંગળવાર, 11 નવેમ્બરના રોજ યોજાયેલી ટાટા ટ્રસ્ટ્સ બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો, જે મેહલી મિસ્ત્રીને ડિરેક્ટર પદેથી દૂર કર્યા પછીની પહેલી મીટિંગ હતી. નોએલ ટાટા હાલમાં ટાટા ગ્રુપની રિટેલ સુપરમાર્કેટ ચેઇન સ્ટાર બજારનું નેતૃત્વ કરે છે.

મેહલી મિસ્ત્રીએ રાજીનામું આપ્યું

મેહલી મિસ્ત્રીએ તાજેતરમાં ત્રણ મુખ્ય ટાટા ટ્રસ્ટ: સર રતન ટાટા ટ્રસ્ટ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને બાઈ હીરાબાઈ જે.એન. ટાટા નવસારી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે ટાટા ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓને સંબોધિત પત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી હતી. 

તેમના પત્રમાં, મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમનું આ પગલું રતન ટાટાના આદર્શો અને મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેઓ લાંબા સમયથી ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા છે અને ટ્રસ્ટ દ્વારા અનેક પરોપકારી પહેલોમાં યોગદાન આપ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news