)
Aadhaar Card : કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અંગે એક મોટો નિર્ણય લીધો છે. બાળકો અને કિશોરો માટે નવી નોંધણી અને બાયોમેટ્રિક અપડેટ માટે હવે કોઈ ફી લેવામાં આવશે નહીં. હાલમાં આ સુવિધા માટે 50 રૂપિયા વસૂલવામાં આવતા હતા. નવા નિયમમાં હવે 5થી 7 અને 15થી 17 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવશે, જેનો લાભ મોટી વસ્તીને મળશે. સરકારે અગાઉ બાળકો માટે બાયોમેટ્રિક્સ સાથે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
આધાર બાયોમેટ્રિક અપડેટ કેવી રીતે કરાવવું ?
સૌપ્રથમ તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લો. તમે તેને UIDAIની સત્તાવાર વેબસાઇટ અથવા mAadhaar મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સર્ચ કરી શકો છો. કેન્દ્રમાંથી આધાર નોંધણી અને અપડેટ ફોર્મ મેળવો અને તેને ભરો. કેન્દ્ર પર ફોર્મ સબમિટ કરો. તમારો બાયોમેટ્રિક ડેટા સબમિટ કરો. કેન્દ્ર ઓપરેટર પ્રમાણીકરણ માટે ફિંગરપ્રિન્ટ સ્કેન, આઇરિસ સ્કેન, અથવા બંને કરશે.
Aadhaar new enrolment and mandatory biometric updates for children between the age of 5–7 years & 15–17 years are free of cost.#Aadhaar #AadhaarEnrolment #AadhaarUpdate #MBU pic.twitter.com/BB42m3dSQf
— Aadhaar (@UIDAI) September 21, 2025
બાયોમેટ્રિક અપડેટિંગ જરૂરી
સરકારે બાળકો માટે તેમના આધાર કાર્ડ અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પરિણામે UIDAIએ આ માટે માર્ગદર્શિકા જારી કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રો લખીને અપડેટ્સ ટૂંક સમયમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.