દિલ્હીમાં ધડાકાના પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન, સીમાંચલમાં કાંટાની ટક્કર

Bihar Assembly Election 2025: દિલ્હીમાં સોમવારે સાંજે થયેલા જીવલેણ વિસ્ફોટે દેશને હચમચાવી દીધો. દિલ્હીમાં ધડાકાના પગલે હાઈ એલર્ટ વચ્ચે આજે બિહારમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. જેમાં 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 20 જિલ્લાની 122 સીટો માટે મતદાન કરશે અને 1302 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 

દિલ્હીમાં ધડાકાના પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન, સીમાંચલમાં કાંટાની ટક્કર

દિલ્હીમાં સોમવારે સાંજે થયેલા જીવલેણ વિસ્ફોટે દેશને હચમચાવી દીધો. દિલ્હીમાં ધડાકાના પગલે હાઈ એલર્ટ વચ્ચે આજે બિહારમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. જેમાં 3 કરોડ 70 લાખથી વધુ મતદારો 20 જિલ્લાની 122 સીટો માટે મતદાન કરશે અને 1302 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 

બિહાર વિધાનસભા માટે બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 સીટો માટે મતદાન થશે. જેમાં 1302 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે. આ તબક્કામાં ત્રણ પક્ષના પ્રદેશ અધ્યક્ષો ઉપરાંત નીતિશકુમારના અડધા ડઝન મંત્રીઓ મેદાનમાં છે. જેનો નિર્ણય 3.70 કરોડથી વધુ મતદારો કરશે. 

Add Zee News as a Preferred Source

દિલ્હી વિસ્ફોટ બાદ સુરક્ષા ચુસ્ત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ધડાકા બાદ બિહાર પોલીસે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. ડીજીપી વિનયકુમારે સંવેદનશીલ વિસ્તારો, મતદાન કેન્દ્રો અને રેલવે સ્ટેશન, બસ ડેપો પર સુરક્ષા ચુસ્ત કરવાના આદેશ આપ્યા છે. 

સીમાંચલમાં કાંટાની ટક્કર
બીજા તબક્કામાં મોટા ભાગે સીટો સીમાંચલ વિસ્તારની છે. જ્યાં મુસ્લીમ વસ્તી વધુ છે. બિહાર વિધાનસભાના અંતિમ તબક્કામાં નીતિશકુમારના અડધા ડઝનથી વધુ મંત્રીઓના ભાગ્યનો નિર્ણય થશે. જેમાં સૌથી મોટું ઘર્ષણ સીમાંચલની સીટો પર છે. જેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજ સામેલ છે. અહીં મુસ્લિમ વસ્તી ચૂંટણીનો નિર્ણય કરે છે. આથી આ તબક્કાનું મતદાન એનડીએ અને મહાગઠબંધન બંને માટે મહત્વનું છે. 

કુલ મતદારોમાં 1.75 કરોડ મહિલાઓ છે. હિસુઆ સીટ (નવાદા)મં સૌથી વધુ 3.67 લાખ મતદારો છે. જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી, અને  બનમખીમાં ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ (22-22) છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં 121 સીટો પર મત પડ્યા હતા. જેમાં 65 ટકાથી વધુ વોટિંગ થયું હતું. 

બીજા ફેઝમાં 101 સીટો જનરલ, 19 એસસી અને 2 સીટો એસટી માટે અનામત છે. આ તબક્કામાં મિથિલાંચલથી લઈને સીમાંચલ તો ચંપારણ બેલ્ટથી લઈને શાહાબાદ-મગધની સીટો સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news