બિહાર ચૂંટણી પરિણામ: NDAને મળ્યું પૂર્ણ બહુમત, મહાગઠબંધનને મળી 110 બેઠક

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી.

બિહાર ચૂંટણી પરિણામ: NDAને મળ્યું પૂર્ણ બહુમત, મહાગઠબંધનને મળી 110 બેઠક

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4  બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે. 

LIVE UPDATES:

                                      બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ
  જીત લીડ કુલ
BJP + (JDU અને અન્ય) 125 00 125
       
RJD + (Congress અને અન્ય) 110 00 110
       
OTHERS 8 00 08
       
કુલ બેઠકો 243 243 00 243

- અત્યાર સુધીમાં આવેલા આંકડા મુજબ ભાજપ સૌથી વધુ 74 બેઠકો પર લીડ ધરાવી રહ્યો છે. જેડીયુ 48, આરજેડી 65 અને કોંગ્રેસ માત્ર 20 બેઠકો પર આગળ છે. 
- આરજેડીના નેતા તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પર આગળ છે. 

— ANI (@ANI) November 10, 2020

- ચૂંટણી પંચના આંકડા મુજબ બિહારમાં હવે કોંગ્રેસના ઉમેદવાર અને શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા બાંકીપુર બેઠક પર પાછળ છે, અહીં ભાજપના ઉમેદવાર નીતિન નવીન લીડ ધરાવી રહ્યા છે. 
- દિવંગત નેતા રામ વિલાસ પાસવાનની પાર્ટી એલજેપી હાલ 6 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાને સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપની તરફેણ કરી હતી અને જેડીયુની આકરી ટીકા કરી હતી. તેમણે તો પોતાની જાતને પીએમ મોદીના હનુમાન પણ ગણાવ્યા હતા. 
- મહાગઠબંધન અને એનડીએમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પ્રાથમિક તારણોમાં જબરદસ્ત લીડ મેળવ્યા બાદ હવે મહાગઠબંધન હાંફતું જોવા મળી રહ્યું છે. 
- આરજેડી ભલે સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ તેના અનેક દિગ્ગજો જેમ કે અબ્દુલ બારી સિદ્દીકી, લવલી આનંદ પાછળ છે. 
- ભાજપના યુવા અને દિગ્ગજ નેતા નીતિન નવી હાલ બાંકીપુર બેઠક પર પાછળ છે. બાંકીપુર બેઠક પર શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા આગળ છે. જ્યારે આ જ બેઠક પર નીતિન નવીન ઉપરાંત પુષ્પમ પ્રિયા પણ પાછળ છે. પુષ્પમ પ્રિયા બિસ્ફી સીટથી પણ પાછળ છે. જાપના રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ યાદવ પણ મધેપુરામાં પાછળ છે. આ ટ્રેન્ડ છે જે બદલાઈ પણ શકે છે. 

 

Bihar Election Result: RJD के इन दिग्गजों समेत पुष्पम प्रिया-पप्पू यादव पीछे

(પુષ્પમ પ્રિયા અને પપ્પુ યાદવ ફાઈલ ફોટો)
- શરૂઆતના ટ્રેન્ડમાં મહાગઠબંધન ખુબ આગળ હતું પરંતુ હવે એનડીએ જબરદસ્ત વાપસી કરીને 100 બેઠકો પર લીડ મેળવી છે. 
- સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઈ ગઈ છે.

રાજ્યમાં મંગળવારે 38 જિલ્લાના 55 કેન્દ્રો પર મતગણતરી થઈ રહી છે. આ ચૂંટણીના પરિણામ રાજ્યમાં નીતિશકુમાર સરકારનું ભાવિ નક્કી કરશે. નીતિશકુમાર છેલ્લા 15 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં જેડીયુ-ભાજપ ગઠબંધનની હાર અને આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનની જીતનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. 41 વર્ષના તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. 

આ સીટો પર બધાની નજર
બિહારમાં 243 સભ્યોની વિધાનસભા માટે થયેલા મતદાનમાં વૈશાલી જિલ્લાના રાધોપુર સીટ પર બધાની નજર છે. અહીંથી તેજસ્વી યાદવ ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે નીતિશકુમાર બિહાર વિધાન પરિષદના સભ્ય છે અને તેમણે ચૂંટણી લડી નથી. રાધોપુર સીટ પર ભૂતકાળમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેજસ્વીના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવે સમસ્તીપુર જિલ્લાની હસનપુર બેઠકથી ચૂંટણી લડી છે. 

આ વિધાનસભા વિસ્તારોના પરિણામ વહેલા આવવાની આશા
ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાં મુજબ સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતપત્રોની ગણતરી થશે. સવારે 8.15 વાગે ઈવીએમથી મતગણતરી શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે ઈવીએમથી એક રાઉન્ડની ગણતરી કરવામાં 15 થી 20 મિનિટનો સમય લાગશે. આથી પહેલું પરિણામ 8.30 વાગ્યા સુધીમાં આવવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ પટણાના 14 વિધાનસભા વિસ્તારોમાંથી સૌથી પહેલા ફતુહા વિધાનસભા અને બખ્તિયારપુર વિધાનસભા ક્ષેત્રના પરિણામ જાહેર કરવામાં આવશે. આ બે વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા અન્ય વિધાનસભા ક્ષેત્રોની સરખામણીમાં ઓછા છે. ફતુહામાં 405 અને બખ્તિયારપુરમાં 410 મતદાન કેન્દ્ર છે. આથી આ બે વિધાનસભા ક્ષેત્રોમાં પરિણામ જલદી આવવાની શક્યતા છે. જ્યારે દીઘા, કુમ્હારાર અને બાંકીપુર વિધાનસભાના પરિણામ મોડા આવશે. દીઘાની ગણતરી મોડે સુધી ચાલશે. 

આ નેતાઓ પર નજર
આ ઉપરાંત જે નેતાઓ પર નજર રહેશે તેમાં પટણા સાહિબથી નંદકિશોર યાદવ, મોતિહારીથી પ્રમોદકુમાર, મધુબનીથી રાણા રણધીર, મુઝફ્ફરપુરથી સુરેશ શર્મા, નાલંદાથી શ્રવણકુમાર, દિનારાથી જયકુમાર સિંહ, જહાનાબાદથી કૃષ્ણનંદન પ્રસાદ વર્મા, સામેલ છે. પ્રમુખ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, વીઆઈપી નેતા મુકેશ સહની, ખેલમાંથી રાજકારણમાં આવેલા શ્રેયસી સિંહ, પ્લુરલ્સ પાર્ટીના નેતા પુષ્પમ પ્રિયા ચૌધરી સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news