ભાજપના 21 વર્તમાન ધારાસભ્યોનું પત્તું કપાયું, સામાજિક સમીકરણ સાધવા કોને કેટલી ટિકિટ મળી? જાણો
Bihar Assembly Election 2025: બિહાર ચૂંટણીમાં ભાજપના 21 ધારાસભ્યોનું પત્તું કપાયું છે. તેઓ આ વખતે ચૂંટણી લડી શકશે નહીં. જેમાંથી 17 વિધાયકોની ટિકિટ પાર્ટીએ કાપી છે અને 4 સીટો જેડીયુ, એલજેપી (રામવિલાસ) અને આરએલએમને ફાળવી છે.
Trending Photos
)
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં ભાજપના 21 વિધાયકોનું પત્તું કપાઈ ગયું છે. તેમાંથી 17 વિધાયકોની ટિકિટ પાર્ટીએ કાપી છે. જ્યારે ચાર વર્તમાન વિધાયકોની સીટ ભાજપે એનડીએમાં અન્ય સહયોગી પક્ષોને આપી છે. ભાજપે પોતાના કોટાની તમામ 101 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનડીએમાં રહીને ભાજપ જેડીયુ, એલજેપી (રામવિલાસ), હિન્દુસ્તાન આવામ મોર્ચા અને રાષ્ટ્રીય લોક મોરચા સાથે બિહાર ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના જે વિધાયકોની ટિકિટ કપાઈ છે, જેમાં રીગાથી મોતીલાલ પ્રસાદ, સીતામઢીથી મિથિલેશ કુમાર, રાજનગરથી રામપ્રીત પાસવાન, નરપતગંજથી જયપ્રકાશ યાદવ, ગૌરા બૌરામથી સ્વર્ણા સિંહ, ઔરાઈથી રામ સૂરત રાય, કટોરિયાથી નિક્કી બેંબ્રમ, કુમ્હરારથી અરુણકુમાર સિન્હા, પટણા સાહિબથી નંદકિશોર યાદવ, આરાથી અમરેન્દ્ર પ્રતાપ સિંહ, બાઢથી જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ, છપરાથી ડો. સીએમ ગુપ્તા, અલીનગરથી મિશ્રીલાલ યાદવ, ગોપાલગંજથી કુસુમ દેવી, રામનગરથી ભાગીરથી દેવી, નરકટિયાગંજથી રશ્મિ વર્મા અને પીરપૈંતીથી લલનકુમાર સામેલ છે.
જ્યારે ગોવિંદગંજથી સુનીલ મણિ તિવારી, કહલગાંવથી પવનકુમાર યાદવ, પારુના અશોકકુમાર સિંહ અને બરૌલીના રામ પ્રવેશ રાયની સીટ બીજી પાર્ટી પાસે ગઈ છે. ભાજપે કહલગાંવ અને બરૌલીની સીટ જેડીયુને આપી છે. ગોવિંદગંજ ચિરાગ પાસવાનની એલજેપી અને પારુ સીટ ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ને ફાળવી છે.
ભાજપે 49 સવર્ણોને મેદાનમાં ઉતાર્યા
ભાજપે પણ પોતાના કોટાના 1010 ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ સામાજિક સમીકરણને સાધવાની કોશિશ કરી છે. પાર્ટીએ સવર્ણ સમુદાયના 49, પછાત- અતિપછાત વર્ગના 40 અને 12 દલિત ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ઉમેદવારોમાં એક પણ મુસ્લિમ નથી.
ભાજપ ઉમેદવારોમાં રાજપૂત-21, ભૂમિહાર-16, બ્રાહ્મણ- 11, કાયસ્થ-1, વૈશ્ય-13, અતિપછાત-12, કુશવાહા-7, કુર્મી-2, દ લિત-12, અને યાદવ-6 છે. 2020માં પાર્ટીએ યાદવ સમાજથી 15 ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે આ વખતે 6 યાદવોને જ ટિકિટ મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














