EVM પર રંગીન ફોટાથી લઈ 100% વેબકાસ્ટિંગ સુધી... બિહાર ચૂંટણીમાં પહેલીવાર જોવા મળે આ મોટા બદલાવ
Bihar Election 2025: બિહારમાં ચૂંટણી સુધારાનો નવો દોર શરૂ થઈ ગયો છે. જેમાં ઈવીએમ પર રંગીન ફોટોથી લઈને 100% વેબકાસ્ટિંગ જેવી ટેકનોલોજીનો સમાવેશ છે. આ પરિવર્તન ચૂંટણી પ્રક્રિયાને વધારે પારદર્શી અને વિશ્વસનીય બનાવવા માટે કરવામાં આવ્યું છે. તેનાથી મતદારોને વધારે સુવિધા મળશે અને ચૂંટણીની નિષ્પક્ષતા સુનિશ્વિત થશે. ત્યારે આ વખતે બિહારની ચૂંટણીમાં કયા મોટા ફેરફાર જોવા મળશે? ચાલો જાણીએ વિગતવાર.
Trending Photos
)
Bihar Election 2025: આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત અનેક સુધારા લાગુ કરવામાં આવી રહ્યા છે, જે દેશ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે પટનાની તેમની બે દિવસીય મુલાકાતના અંતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચૂંટણી પંચની 30 પહેલોમાંથી ઘણી પહેલો બિહારમાં પહેલીવાર લાગુ કરવામાં આવી રહી છે, જ્યારે આગામી ચૂંટણીઓ અને મતગણતરી પ્રક્રિયામાં 17 નવા કારોબારી પગલાં લાગુ કરવામાં આવશે.
બિહારમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, BLOને હવે આધુનિક સ્માર્ટ આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે, જેનાથી તેઓ મતદારોને મળે ત્યારે સરળતાથી ઓળખી શકે. મતદાન મથકોમાં હાજરી આપતા મતદારોએ મતદાન મથકની બહાર તેમના મોબાઈલ ફોન જમા કરાવવા પડશે. તેમના મોબાઈલ ફોનને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે સ્વદેશી કબૂતરખાતા-શૈલી અથવા નાની શણની થેલીઓ વિકસાવવામાં આવશે.
આ શબ્દો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના છે. જે તેમણે પટનામાં બિહાર ચૂંટણીની તૈયારી અંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યા. કેમ કે બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. જેના માટે છેલ્લાં 2 દિવસમાં ચૂંટણી પંચે બિહારમાં વિવિધ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક સુધારા વિશે પહેલીવાર વાત કરી.
પોલિંગ બૂથ પર 1200થી વધુ મતદારો નહીં
બિહારની ચૂંટણીમાં કયા નવા સુધારા જોવા મળશે તેના પર વાત કરીએ તો દરેક મતદાન કેન્દ્ર પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. કોઈપણ મતદાન કેન્દ્ર પર 1200થી વધારે મતદારો નહીં હોય. મતદાન કેન્દ્રની પાસે ઉમેદવારનું સુવિધા ટેબલ 100 મીટર પર રહેશે. મતદારો પોતાનો મોબાઈલ ફોન મતદાન બૂથની બહાર જમા કરાવી શકશે. હવે EVM પરના બેલેટ પેપરમાં ઉમેદવારનો રંગીન ફોટો હશે. ઉમેદવારોના નામ મોટા અક્ષરોમાં છપાયેલા રહેશે. પોસ્ટલ બેલેટની ગણતરી EVMની અંતિમ ગણતરીના 2 રાઉન્ડ પહેલાં પૂરી કરાશે.
બિહાર ચૂંટણીમાં જોવા મળશે મોટા ફેરફારો
બિહારમાં 22 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તે પહેલાં રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ચૂંટણી પંચની કામગીરી પૂરી થતાં આગામી અઠવાડિયામાં બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે કેટલાં તબક્કામાં બિહારનું મતદાન થશે? કયા રાજકીય પક્ષને આ વખતે બિહારમાં રાજ કરવાની તક મળશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














