)
બિહારમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં એનડીએની સુનામી જોવા મળી. વિરોધીઓના તો સૂપડાં સાફ થઈ ગયા. હવે કોંગ્રેસની એક યુનિટે વિધાનસભા ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં કુલ 243 સીટોમાંથી 128 સીટો પર ભયાનક ધાંધલીનો આરોપ લગાવ્યો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કહ્યું કે, બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) દ્વારા જીતાયેલી 202 વિધાનસભા સીટોમાંથી 128 સીટો પર જીત SIR અભિયાન દરમિયાન મતદારોના નામ હટાવ્યા બાદ થઈ. કોંગ્રેસે વોટર લિસ્ટમાંથી નામ હટાવાયાના આંકડાનું વિશ્લેષણ કરતા દરેક સીટ પર જીતના અંતર સાથે તેની સરખામણી કર્યા બાદ આ ગંભીર આરોપ ચૂંટણી પંચ પર કર્યો છે.
બિહારમાં ધાંધલી?
કોંગ્રેસે ઈસીઆઈના પેટર્નની ઓળખનો દાવો કરતા ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા. કોંગ્રેસની કેરળ યુનિટે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા એસઆઈઆર અભિયાન હેઠળ મનમાની રીતે અસલી વોટરોને હટાવવામાં આવ્યા. એનડીએ દવારા જીતાયેલી 202 સીટોમાંથી 128 સીટો સંપૂર્ણ રીતે એસઆઈઆર આધારિત મતદાર સૂચિથી મતદારો હટાવવાના કારણે આવી. અમે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત મતદાર સૂચિમાંથી નામ હટાવવાના આંકડાનું વિશ્લેષણ કર્યું અને દરેક મત વિસ્તારમાં જીના અંતર સાથે તેની સરખામણી કરી.
કેરળ કોંગ્રેસે એક્સ પર એ પોસ્ટ શેર કરતા લખ્યું કે વાસ્તવિક જીવિત મતદારોને એસઆઈઆર હેઠળ મનમાની રીતે હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પડેલા ડેટાસેટમા એક પણ ગેરકાયદે અપ્રવાસી તેમને ન મળ્યો. કોંગ્રેસે એસઆઈઆરના નામ પર વોટર લિસ્ટના શુદ્ધિકરણના દાવાને ઝાંઝવાનું જળ ગણાવી. કેરળ કોંગ્રેસે એમ પણ લખ્યું કે એસઆઈઆરને બાંગ્લાદેશ, મ્યાંમાર અને નેપાળના ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવા અને તેમને હટાવવાનું ટૂલ ગણવામાં આવી રહ્યું હતું. હવે SIR ે યોગ્ય રીતે સમજવાની જરૂર છે, નહીં તો ભાજપ દરેક નાગરિકના નામ મતદાર યાદીમાંથી હટાવી દેશે.