રાહુલ ગાંધીએ ભીડને પૂછ્યું, 'મોદીજીનું ભાષણ કેવું લાગ્યું?', તેજસ્વીએ કહ્યું-10 નવેમ્બરે નીતિશજીની વિદાય

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નેતા તેજસ્વી યાદવે (Tejaswi Yadav) આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી. 

રાહુલ ગાંધીએ ભીડને પૂછ્યું, 'મોદીજીનું ભાષણ કેવું લાગ્યું?', તેજસ્વીએ કહ્યું-10 નવેમ્બરે નીતિશજીની વિદાય

નવાદા: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નેતા તેજસ્વી યાદવે (Tejaswi Yadav) આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ ગાંધીએ ચીને કરેલા અતિક્રમણ અને પ્રવાસી મજૂરોનો મુદ્દો ઉઠાવ્યો તો તેજસ્વી યાદવે લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું. રાહુલની બિહાર ચૂંટણી સંદર્ભે આ પહેલી રેલી હતી. 

રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં લોકોને પૂછ્યું કે નીતિશજીની સરકાર તમને કેવી લાગી? મોદીજીનું ભાષણ કેવું લાગ્યું? તેમણે કહ્યું કે જ્યારે બિહારના યુવા સૈનિકો શહીદ થયા, તે દિવસે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું કર્યું? સવાલ એ છે. લદાખ હું ગયો છું. લદાખમાં હિન્દુસ્તાનની સરહદ પર બિહારના યુવાઓ પોતાનું લોહી પાણી એક કરીને જમીનની રક્ષા કરે ચે. ચીને આપણા 20 જવાનોને શહીદ કર્યા અને આપણી જમીન પર કબજો જમાવી દીધો. પરંતુ પ્રધાનમંત્રીએ ખોટું બોલીને હિન્દુસ્તાનની સેનાનું અપમાન કર્યું. તેમણે ખોટું કહ્યું કે ચીનના સૈનિકો દેશમાં ઘૂસ્યા નથી. તમે માથું નમાવીને વાત ન કરો, એ જણાવો કે ચીની સૈનિકોને ક્યારે બહાર ફેંકશો. તમે બિહારમાં આવીને ખોટું ન બોલો. 

— ANI_HindiNews (@AHindinews) October 23, 2020

તેમણે કહ્યું કે પીએમ મોદીએ ગત વખતે કહ્યું હતું કે 2 કરોડ લોકોને રોજગાર મળશે. પરંતુ શું મળ્યું- ઝીરો. આવે છે અને કહે છે ખેડૂતો, મજૂરો, સેનાઓ અને નાના વેપારીઓ સામે માથું નમાવું છું. પરંતુ ઘરે જઈને અંબાણી અને અદાણી માટે કામ કરે છે. ભાષણ તમને આપશે. માથુ નમાવશે તમારી સામે પરંતુ કામ કરવાનો સમય આવશે ત્યારે કામ કોઈ બીજા માટે કરશે. નોટબંધી કરી પરંતુ બેંક સામે તમે ઊભા રહ્યા. તમારા પૈસા ક્યા ગયા, હિન્દુસ્તાનના સૌથી અમીર લોકોના ખિસ્સામાં ગયા. 

— ANI_HindiNews (@AHindinews) October 23, 2020

રેલીમાં તેજસ્વી યાદવે કહ્યું કે કેટલાક લોકો જાતિના નામ પર, કેટલાક ધર્મના નામ પર લડાવશે પરંતુ બિહારના લોકો આ વખતે બેરોજગારી, કામના મુદ્દે લડશે. ખેડૂતો અને મજૂરોના મુદ્દે લડશે. 9 નવેમ્બરે લાલુજી છૂટશે, 9 નવેમ્બરે મારો જન્મદિવસ પણ છે. અને 10 નવેમ્બરે નીતિશજીની વિદાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news